તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Monday, 17th August 2026
રાજ્યના ૩૦ જિલ્લાના ૧૩૧ તાલુકાઓમાં ૧ થી ૪૦ મીમી સુધીનો હળવો વરસાદ: સિઝનનો કુલ સરેરાશ વરસાદ ૭૪.૪૯ ટકા નોંધાયો: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત: ડોલવણમાં સૌથી વધુ ૧.૫૭ ઈંચ વરસાદ: ઉકાઈ ડેમની જળસપાટી ૩૩૫.૦૨ ફૂટે સ્થિર, મધુબન ડેમના ૨ દરવાજા હજુ પણ ખુલ્લા

વાપી: (જીતેન્દ્ર રુપારેલીયા દ્વારા) રાજ્યમાં શ્રાવણ માસમાં મેઘરાજાની હળવીથી મધ્યમ પધરામણી ચાલુ છે. પ્રાપ્ત આંકડા મુજબ રાજ્યના ૩૦ જિલ્લાના ૧૩૧ જેટલા તાલુકાઓમાં ૧ થી ૪૦ મીમી સુધીનો હળવો વરસાદ વરસ્યો છે. આ સાથે રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનનો કુલ સરેરાશ વરસાદ ૭૪.૪૯ ટકા નોંધાઈ ચૂક્યો છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. જેમાં ડોલવણમાં સૌથી વધુ ૧.૫૭ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ખેરગામમાં ૧.૪૬ ઈંચ, ગણદેવીમાં ૧.૨૬ ઈંચ, ચીખલીમાં ૧.૦૨ ઈંચ, પારડીમાં ૦.૯૪ ઈંચ અને સુબીરમાં પણ ૦.૯૪ ઈંચ વરસાદ નોંધાયો છે.
ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે જળાશયોમાં પાણીની આવક જોવા મળી રહી છે. ઉકાઈ ડેમની જળ સપાટી હાલ ૩૩૫.૦૨ ફૂટે યથાવત રહી છે. જ્યારે બીજી તરફ મધુબન ડેમમાં પાણીની આવક જળવાઈ રહેતા તકેદારીના ભાગરૂપે ડેમના ૨ દરવાજા હજુ પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
