News of Tuesday, 22nd September 2026
રાજ્યના ૧૭ જિલ્લાના ૪૫ તાલુકાઓમાં અને રાજ્યના ૪૫ તાલુકાઓમાં હળવો વરસાદ
આણંદ જિલ્લાના બોરસદમાં ૨.૦૯, સોજીત્રા ૧.૨૬, સાબરકાંઠાના વડાલીમાં અને વલસાડ જિલ્લાના કપરાડામાં ૧.૨૨ ઇંચ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : ભાદરવા માસના પ્રથમ પખવાડિયામાં મેઘરાજા વનડે બેટિંગ બાદ હવે ટેસ્ટ મેચ રમતા હોય તેમ હળવા થયાનું જણાય છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા ગાજવીજ સાથે વરસાદની શકયતા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે.
આજે વરસાદની શકયતા ધરાવતા મુખ્ય વિસ્તારોમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. અન્ય જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદના ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ માટે ગાજવીજ, વીજળી અને ઝાપટાં સાથે પવનની સ્થિતિ અંગે ચેતવણી છે.
ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો, અમદાવાદ : સાણંદ - ૩ મીમી (૦.૧૨ ઇંચ), બાવળા - ૨ મીમી (૦.૦૮ ઇંચ), અમદાવાદ શહેર - ૧ મીમી (૦.૦૪ ઇંચ)
આણંદ : બોરસદ - ૫૩ મીમી (૨.૦૯ ઇંચ), સોજીત્રા - ૩૨ મીમી (૧.૨૬ ઇંચ), પેટલાદ - ૪ મીમી (૦.૧૬ ઇંચ).
બોટાદ : ગઢડા - ૧૪ મીમી (૦.૫૫ ઇંચ), છોટાઉદેપુર : બોડેલી - ૧૨ મીમી (૦.૪૭ ઇંચ), કવાંટ - ૫ મીમી (૦.૨૦ ઇંચ), કડવાલ - ૧ મીમી (૦.૦૪ ઇંચ), છોટાઉદેપુર - ૧ મીમી (૦.૦૪ ઇંચ).
દાહોદ : લીમખેડા - ૧૭ મીમી (૦.૬૭ ઇંચ), દેવગઢબારિયા - ૮ મીમી (૦.૩૧ ઇંચ), ફતેપુરા - ૪ મીમી (૦.૧૬ ઇંચ)
ગીર સોમનાથ : તાલાળા - ૯ મીમી (૦.૩૫ ઇંચ), ખેડા - ૧૨ મીમી (૦.૪૭ ઇંચ), મહુધા - ૮ મીમી (૦.૩૧ ઇંચ), માતર - ૬ મીમી (૦.૨૪ ઇંચ), ઠાસરા - ૫ મીમી (૦.૨૦ ઇંચ), નડિયાદ - ૪ મીમી (૦.૧૬ ઇંચ), વાસો - ૪ મીમી (૦.૧૬ ઇંચ).
મહેસાણા : વિસનગર - ૧ મીમી (૦.૦૪ ઇંચ), નર્મદા : ગરુડેશ્વર - ૨ મીમી (૦.૦૮ ઇંચ),નવસારી - ૩ મીમી (૦.૧૨ ઇંચ), જલાલપોર - ૧ મીમી (૦.૦૪ ઇંચ).
પંચમહાલ : જાંબુઘોડા - ૧૬ મીમી (૦.૬૩ ઇંચ), કાલોલ - ૧૫ મીમી (૦.૫૯ ઇંચ), ઘોઘંબા - ૧૪ મીમી (૦.૫૫ ઇંચ)
પાટણ : સરસ્વતી - ૧ મીમી (૦.૦૪ ઇંચ)
રાજકોટ : લોધિકા - ૨૩ મીમી (૦.૯૧ ઇંચ), ગોંડલ - ૧૧ મીમી (૦.૪૩ ઇંચ), વિંછીયા - ૧૦ મીમી (૦.૩૯ ઇંચ), કોટડા સાંગાણી - ૫ મીમી (૦.૨૦ ઇંચ), જસદણ - ૨ મીમી (૦.૦૮ ઇંચ).
સાબરકાંઠા : વડાલી - ૩૧ મીમી (૧.૨૨ ઇંચ), ખેડબ્રહ્મા - ૩ મીમી (૦.૧૨ ઇંચ), તાપી : કુકરમુંડા - ૪ મીમી (૦.૧૬ ઇંચ), વડોદરા : ડેસર - ૨ મીમી (૦.૦૮ ઇંચ), સાવલી - ૨ મીમી (૦.૦૮ ઇંચ), પાદરા - ૨ મીમી (૦.૦૮ ઇંચ), વડોદરા - ૧ મીમી (૦.૦૪ ઇંચ).
વલસાડ : કપરાડા - ૩૧ મીમી (૧.૨૨ ઇંચ), નાનાપોંઢા - ૧૧ મીમી (૦.૪૩ ઇંચ), ધરમપુર - ૩ મીમી (૦.૧૨ ઇંચ), વાપી - ૨ મીમી (૦.૦૮ ઇંચ) વરસાદ નોંધાયો છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
