<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખરીફ સિઝનના વાવેતર પર મોટું સંકટ

૫ જુલાઈ સુધીમાં વરસાદ થાય તો અડદ કે ઘાસચારો અને જો વધુ મોડો વરસાદ થાય તો દિવેલા જેવા પાકોનું વાવેતર કરવાની ભલામણ

મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખરીફ સિઝનના વાવેતર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે..સામાન્ય રીતે મહેસાણા જિલ્લામાં ૨ લાખ ૮૭ હજાર હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થતું હોય છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર ૪૩ હજાર હેક્ટર જેટલું જ વાવેતર થઈ શક્યું છે, જે મોટે ભાગે પિયત આધારિત છે. ગત વર્ષે જૂન મહિના સુધીમાં 17 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે આ વર્ષે અત્યાર સુધી માત્ર 2.77 ટકા વરસાદ નોંધાયો છે..આ પરિસ્થિતિને પહોંચી વળવા ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે કન્ટીજન્સી પ્લાન જાહેર કર્યો. જેમાં ૫ જુલાઈ સુધીમાં વરસાદ થાય તો અડદ કે ઘાસચારો અને જો વધુ મોડો વરસાદ થાય તો દિવેલા જેવા પાકોનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવી..તેમજ ઉભા પાકને ટપક અથવા ફુવારા પિયત પદ્ધતિથી સિંચાઈ કરવા અપીલ કરવામાં આવી.

(1:14 PM IST)