<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

ન્યુવોકોના ‘સૌથી ખાસ ગરબા સીઝન-૨’ની ગ્રાન્ડ ફિનાલેમાં કરિશ્મા કપૂરનો જલવો છવાશે

અમદાવાદમાં યોજાનારા ભવ્ય સમારોહમાં ગુજરાતની ગરબા પ્રતિભાઓનું થશે સન્માન : ચાર શહેરોના કલાકારોને વિશાળ મંચ પૂરો પાડવાનો પ્રયાસ : ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાને પ્રોત્સાહન આપવાની ન્યુવોકોની પહેલ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ : દેશની જાણીતી બિલ્ડિંગ મટીરિયલ્સ કંપની ન્યુવોકો વિસ્ટાસ કોર્પ લિમિટેડ દ્વારા અમદાવાદમાં તેના મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘ન્યુવોકો સૌથી ખાસ ગરબા સીઝન-૨’ની ભવ્ય ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવશે. આ સમારોહમાં બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ગુજરાતની ગરબા પ્રતિભાઓનું સન્માન કરવામાં આવશે.

ન્યુવોકો વિસ્ટાસ કોર્પ લિમિટેડના માર્કેટિંગ, ઇનોવેશન અને સેલ્સ એક્સેલન્સ વિભાગના પ્રમુખ ચિરાગ શાહે જણાવ્યું હતું કે ગરબા એ ગુજરાતના સાંસ્કૃતિક ગૌરવ, સામુદાયિક ભાવના અને એકતાની અભિવ્યક્તિ છે. ‘સૌથી ખાસ ગરબા સીઝન-૨’ દ્વારા ગત વર્ષની સફળતાને આગળ વધારતાં ગુજરાતનાં ચાર શહેરોમાં સ્થાનિક પ્રતિભાઓ માટે વિશાળ મંચ તૈયાર કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પહેલ કંપનીની ‘ન્યુવોકો ડ્યુરાગાર્ડ’ બ્રાન્ડની ‘સબસે ખાસ’ ફિલસૂફી સાથે સુમેળ સાધે છે. ગુણવત્તા, મજબૂતી અને વિશ્વસનીયતાના પ્રતીક સમાન ન્યુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટ ગુજરાતમાં ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરી રહી છે.

ચિરાગ શાહે ઉમેર્યું હતું કે કંપની ‘સૌથી ખાસ ગરબા’ને માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે નહીં, પરંતુ સામુદાયિક જોડાણ માટેના દીર્ઘકાલીન મંચ તરીકે જુએ છે. આગામી વર્ષોમાં સ્થાનિક પ્રતિભાઓ માટે વધુ તકો ઊભી કરવા અને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓમાં અર્થપૂર્ણ યોગદાન આપીને આ જોડાણને વધુ મજબૂત બનાવવાનો કંપનીનો સંકલ્પ છે.

(1:21 PM IST)