News of Sunday, 4th October 2026
જિગ્નેશ મેવાણી પર ગંભીર આરોપ મૂકનાર મહિલા મેદાને: ‘સરકાર ન્યાય આપે, મારે કાયદેસરની FIR નોંધાવવી છે’
વડગામના ધારાસભ્ય સામે અરુણા પરમારના આકરા પ્રહાર | ૨૦૨૨ની ચૂંટણી સમયના શોષણ મામલે કાનૂની લડાઈ લડવાની જાહેરાતથી રાજકારણ ગરમાયું

પાલનપુર / બનાસકાંઠા: વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા જિગ્નેશ મેવાણી ફરી એકવાર ગંભીર વિવાદમાં ઘેરાયા છે. મેવાણી સામે આક્ષેપ કરનાર અરુણા પરમારે મીડિયા સમક્ષ આવીને અત્યંત ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે. તેમણે સીધો સવાલ ઉઠાવતા માંગ કરી છે કે, "મારે જિગ્નેશ મેવાણી સામે FIR કરવી છે અને સરકાર મને યોગ્ય ન્યાય અપાવે."
અરુણા પરમારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમની સાથે માનસિક અને શારીરિક શોષણ તેમજ અન્યાય આચરવામાં આવ્યો હતો. પોતાના પર થયેલા અત્યાચાર અને અન્યાય સામે અવાજ ઉઠાવતા તેમણે ઉમેર્યું કે, તેઓ આ મામલે શાંત બેસવાના નથી અને કાનૂની માર્ગ અપનાવીને યોગ્ય મંચ પર પોલીસ ફરિયાદ નોંધાવશે.
આ ઘટના સામે આવ્યા બાદ બનાસકાંઠા અને વડગામના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. અરુણા પરમારના આ સનસનાટીભર્યા નિવેદન બાદ હવે જોવાનું એ રહેશે કે પોલીસ પ્રશાસન આ મામલે શું કાર્યવાહી કરે છે અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તરફથી આ આરોપો પર શું પ્રતિક્રિયા આપવામાં આવે છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
