News of Tuesday, 3rd November 2026
મીઠાઈ,મસાલાયુકત-તળેલા પદાર્થો ખાવામાં ધ્યાન રાખવું જરૂરી
દિવાળી પછી ફિઝિશિયનને ત્યાં લાઈનમાં ન ઊભા રહેવું હોય તો... સ્વાદના ચટાકામાં સ્વાસ્થ્ય ભૂલી ના જતાં : તંદુરસ્ત પુખ્તવયની વ્યકિતને રોજની ૨૦૦૦ કિલો કેલેરીની જરૂરિયાત જયારે દિવાળીના તહેવારમાં ૨૫૦૦થી ૩૭૫૦ કિલો કેલેરી લેવાઇ જાય છે : પાચન, હાર્ટ બર્ન્સ, એસીડીટી, બ્લડ પ્રેશર સહિતની સમસ્યાઓ વધી શકે

વડોદરા,તા.૩: દિવાળીના તહેવાર પણ સારી રીતે ઉજવાય અને તહેવાર બાદ પણ સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે આ સમય દરમિયાન મીઠાઈ અને વાનગીઓ ખાવામાં ખાસ કાળજી રાખવી જોઇએ તેવું એમ. એસ.યુનિના પ્રાધ્યાપક અને સિનિયર પબ્લિીક હેલ્થ ન્યુટ્રીશયન ઍકસ્પર્ટે પોતાના મત વ્યકત કર્યો હતો.
દિવાળી અને નૂતનવર્ષના આ પાંચ દિવસની ઉજવણીના તહેવાર દરમિયાન જીભના સ્વાદ માટે શરીરના સ્વાસ્થ્ય સાથે બાંધછોડ ન કરવાની સલાહ આપતા ડો.હેમાંગીની ગાંધીએ જણાવ્યું હતુંકે સમગ્ર દેશમાં દિવાળીના તહેવારની પારંપરિક ઉજવણીમાં આપણે મીઠાઈ અને ફરસાણ આરોગિયે છીએ જયારે મહેમાનોનું સ્વાગત પણ આપણે તેનાથી કરતા હોઈએ છીએ તહેવાર દરમિયાન પરિવાર મિત્રો સ્વજનોને મળવા જતાં હોઈએ છીએ જયાં આગ્રહ વશ થઈને આપણને તેઓ મીઠાઈ અને ફરસાણ ખવડાવે છે. હવે ખાઈ નાખો કઈ નહીં થાય એવું હોય તો થોડી ચાલી નાખજો આવી સલાહ આપીને ખવડાવે છે. પરંતુ આ આગ્રહ વશ થઈને આ તહેવારના દિવસો દરમિયાન આપણે ૨૫૦૦ થી ૩૭૫૦ કિલો કેલેરી લઇએ છીએ. જયારે એક પુખ્ત સ્વસ્થ વ્યકિતને ૨૦૦૦ કિલો કેલેરી ઊર્જા જોઇએ છીએ આપણે વધારાની કેલેરી લઇએ છીએ જેના લીધે આરોગ્ય માટે ટુંકા ગાળા અને લાંબા ગાળે થતાં જોખમ ઊભા કરીએ છીએ.
મીઠાઈઓમાં મેંદાનું પ્રમાણ તેમજ ખાંડ વધુ હોવાથી તે ખાવાથી ઇન્સ્યુલીનનું પ્રમાણ વધે છે. વધુ પ્રમાણમાં પેન્કીયાઝમાં ઇન્સ્યૂલીનનું પ્રમાણ વધતા મૂડ સ્વિંગ થાય છે. જયારે વધુ પ્રમાણમાં કાર્બોહાઈ ટ્રેડ ખાવાનું મન થાય છે. જયારે પાચનની સમસ્યા થાય છે. વધુ પડતી ચરબી અને થી તેમજ ખાંડ સાથે ખાવાથી એસીડીટી કબજિયાત થાય છે. જયારે કેલેરીયુકત મીઠાઈ અને નમકીન (ફરસાણ) મોડી સાંજે કે રાત્રે ખાવાથી ઊંઘ પર અસર થાય છે. તહેવારમાં બજારમાં ખાવામાં પણ જોખમ રહેલું છે. ગ્રાહકોનો વધુ ધસારો હોવાથી સ્વચ્છતાનું પ્રમાણ જળવાતું નથી. જયારે આ સમયે ખાદ્યપદાર્થોમાં ભેળસેળની શક્યતાઓ રહેલી હોય છે.
જે ફૂડ પોઈઝનિગ અને પેટના રોગનું જોખમ વધારે છે. જયારે મઠિયા ચોળાફળી સેવ ચેવડા વિગેરેમાં તેલ અને સોડિયમનું પ્રમાણ વધારે હોવાથી બ્લડ પ્રેશર પર તે અસર કરે છે. જયારે એલડીએલ (ખરાબ કોલેસ્ટ્રોલ)અને ટ્રાયગ્લીસરાઇડ વધે છે. વધુ પડતા ગળ્યા પદાર્થોને લિવર ઝડપથી પ્રોસેસ કરે છે. તે ચરબીની જમાવટ અને ફેટી લિવર રોગની શકયતાઓ વધારે છે.
આથી દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ અને ફરસાણની જયાફત ઉડાવતી વખતે સાવધાની રાખવાથી દિવાળી પછી ફિઝિશિયનને ત્યાં લાઇનમાં બેસવાનો વારો નહીં આવે.ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગના દર્દીઓએ ખાસ કાળજી આ તહેવાર દરમિયાન રાખવી જોઈએ તેવું સૂચન ડો.ગાંધીએ કર્યુ હતું.
શરીરને હાઇડ્રેડ રાખવાથી મીઠાઇ-નમકીન ખાવાની ઇચ્છા ઓછી થશે, પૂરતા પ્રમાણમાં પાણી પીવો, ફળોનું સેવન કરો
દિવાળીના તહેવાર કેટલીક કાળજી રાખવાથી સ્વાસ્થ્ય સારું રાખી શકાય છે. જેમાં અખરોટ કે બદામ ખાવ અને શરીરને હાઇડ્રેટ રાખવાથી મીઠાઇ કે નમકીન ખાવાની ઇચ્છા થશે. તળેલા કરતા શેકેલા નાસ્તા પસંદ કરો જેમાં શેકેલા મખાણા ચણા જેવા વિકલ્પ અપનાવો, તાજા ફળોનું સેવન વધુ કરો, મીઠા પીણા કે સોફટ ડ્રિન્કસ ઓછા કરો અને પાણી પુરતા પ્રમાણમાં પીઓ,મીઠાઇ ખાવાની હોય તો પણ મુખ્ય ભોજન છોડશો નહી, વારંવાર તેલમાં તળાયેલી વાનગીઓ ખાવાનુંટાળવું એક સાથે ઘણી મીઠાઇઓ લેવાના બદલે નાના ટુકડાં લો અને બ્લડ પ્રેશર અને બ્લડશુગરનું ધ્યાન રાખો.
મિઠાઇથી મળતી કેલેરી
વાનગી ગ્રામ નંગ કિલોકેલેરી
કાજુ કતરી ૧૫ એક ૬૦થી ૭૦
ગુલાબજાંબુ ૪૦ એક ૧૫૦
બેસનલાડું ૫૦ બે ૧૮૦થી ૨૦૦
રસગુલ્લા ૫૦ એક ૮૫
સોનપાપડી ૨૫ એક ૧૧૦થી ૧૪૦
જલેબી ૨૫ એક ૭૫થી ૧૫૦
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
