News of Monday, 25th May 2026
આગામી પાંચ દિવસ સુધી અંગ દઝાડતી ગરમીથી રાહત મળવાના કોઈ ખાસ સંકેત નથી.
મોટાભાગના જિલ્લામાં તાપમાન 42ને પાર પહોંચ્યું:ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન ગરમી વધુ રહેવાની શક્યતા

અમદાવાદ :હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગરમીથી રાહતના કોઇ સંકેત આપ્યાં નથી. હાલ રાજ્યમાં પ્રચંડ ગરમી પડી રહી છે. મોટાભાગના જિલ્લામાં તાપમાન 42ને પાર પહોંચ્યું છે. ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન ગરમી વધુ રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે અને તાપમાનમાં ખાસ ઘટાડાના સંકેત નથી. ગુજરાતમાં આકરા તાપનું ટોર્ચર હજુ યથાવત જોવા મળી રહ્યું છે. રાજ્યભરમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ સુધી અંગ દઝાડતી ગરમીથી રાહત મળવાના કોઈ ખાસ સંકેત નથી. બપોરના સમયમાં રસ્તાઓ સૂમસામ બનતા જોવા મળી રહ્યા છે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
