<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

પત્‍ની ગમતી ન હોવાથી પતિએ ૫૦ હજારમાં વેચી દીધી

હાય રે..કળયુગઃ પતિએ પોતાના મિત્રોને વેચી મારી હતીઃ ત્રણ મિત્રો આ મહિલાને અન્‍ય કોઈની સાથે સોદો કરે તે પહેલા જ ઝડપાયા

પાલનપૂર તા.૨૭: પાલનપુરમાં પતિએ પત્‍નીને વેચી માર્યાનો ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. જેમાં પતિએ પોતાના મિત્રોને ૫૦ હજારમાં પત્‍નીને વેચી મારી હતી. જયારે યુવકના ત્રણ મિત્રો આ મહિલાને અન્‍ય કોઈની સાથે સોદો કરે તે પહેલાં પાલનપુર શહેર પヘમિ પોલીસે છ જણાને ઝડપી પાડી માનવ તસ્‍કરી અને દુષ્‍કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્‍યો હતો.

મળતી માહિતી મુજબ, મૂળ ધાનેરા તાલુકાના અનાપુર ગામનો અને હાલ પાલનપુર શહેરના ઢુંઢિયાયાવાડી વિસ્‍તારમાં રહેતા નિકેશ વના પટેલને પોતાની પત્‍ની ગમતી ન હતી. જોકે, સામાજિક રીતે છૂટાછેડા થાય તેવું શક્‍ય ન હતું. આથી નિકેશ પટેલે કાવતરૂ રચી તેની પત્‍નીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેનો ૫૦ હજારમાં સોદો કરી પોતાના ત્રણ મિત્રો સંજય ઠાકોર, અશોક ઠાકોર અને સચિન દરબારને વેચી દીધી હતી. તે પછી નિકેશે પોતાની પત્‍ની ગુમ થયાની પાલનપુર પヘમિ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી અને તે જાતે પણ તેની પત્‍નીને શોધવામાં પોલીસની મદદ કરતો હતો.

બીજી તરફ નિકેશના ત્રણ મિત્રોએ મહિલાના ઘરેણા બળજબરીપૂર્વક કાઢી લીધા હતા અને સાત દિવસ સુધી ગોંધી રાખી શારીરિક શોષણ કરવામાં આવ્‍યું હતું. તે પછી સંજય ઠાકોર, અશોક ઠાકોર અને સચિન દરબારે ડીસાની હીના ઠાકોરનો સંપર્ક કર્યો હતો અને કોઈ મુરતિયો હોય તો આ મહિલાના લગ્ન માટેની વાત કરી હતી. જેથી પાલનપુર એરોમા સર્કલ પર બોલાવી અને આ મહિલાનો લગ્નના બહાને સોદો થવાનો હતો. જેના માટે હીના ઠાકોર સહિત અન્‍ય ત્રણ જણા પણ આ મહિલાનો સોદો કરવા માટે પાલનપુર આવ્‍યા હતા.

આ દરમિયાન પોલીસ આ ગુમ મહિલાની તપાસ કરતી હતી અને ટેકનિકલ સર્વેન્‍સને આધારે આ મહિલાનો સોદો થાય એ પહેલા જ આ આરોપીઓને પકડી પાડયા હતા. આરોપી નિકેશ પટેલનો ઈતિહાસ પણ ગુનાઇત છે. અગાઉ પાલનપુરમાં કરિયાણાની દુકાનમાં ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો જ્‍યારે અન્‍ય સમાજની બે દીકરીઓને લલચાવી ફોસલાવી અને ભગાડી પણ ગયો હતો. જેમાં પોલીસને બંને દીકરીઓને પરત લાવવામાં સફળતા મળી હતી. હજુ પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને વધુ કોઈ વિગતો બહાર આવે તેવી શક્‍યતાઓ પણ છે.ઝડપાયેલા આરોપીઓમાં નિકેશ વનાભાઈ પટેલ (પાલનપુર), સ્‍વરૂપ અમરતભાઈ ઠાકોર(થરાદ), શૈલેષકુમાર ઉર્ફે સંજય હેમરાજભાઈ ઠાકોર (પાલનપુર), સચિન મંગળસિહ ઠાકોર (પાલનપુર), હીના ટીનાજી ઠાકોર(ડીસા) અને ટીનાજી મથુરજી ઠાકોર (ડીસા)નો સમાવેશ થાય છે.

(10:42 AM IST)