News of Sunday, 19th April 2026
ધાર્મિક ભેદભાવને પગલે સુરતમાં લેન્સકાર્ટ કંપની સામે ભારે રોષ : હિન્દૂ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું
હિન્દૂ સંગઠનોએ લેન્સકાર્ટને 'હિન્દુ વિરોધી' ગણાવી કંપનીના સ્ટોરની બહાર હોળી પ્રગટાવી પોતાનો વિરોધ નોંધાવ્યો

સુરતના ઝીલ સોઘાસિયા સહિત ત્રણ યુવાનો મુંબઈ ખાતે લેન્સકાર્ટ કંપનીમાં ટ્રેનિંગ માટે ગયા હતા. યુવાનોનો આરોપ છે કે ટ્રેનિંગ દરમિયાન મેનેજમેન્ટ દ્વારા તેમને માથા પરથી તિલક હટાવવા અને શિખા (ચોટલી) દૂર કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે યુવાનોએ પોતાની આસ્થા સાથે બાંધછોડ કરવાનો ઇન્કાર કર્યો, ત્યારે તેમને કથિત રીતે નોકરીમાંથી રુખસદ આપી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ સુરતમાં હિન્દુ સંગઠનો કાર્યરત થયા છે. સંગઠનોએ લેન્સકાર્ટને 'હિન્દુ વિરોધી' ગણાવી કંપનીના સ્ટોરની બહાર હોળી પ્રગટાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. લોકોમાં ખાનગી કંપનીના આવા વર્તન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
