News of Wednesday, 8th July 2026
રાજપીપળામાં ભારે વરસાદ વચ્ચે કાળકા માતા મંદિર પાસેના મકાનોમાં પાણી ભરાતા મુશ્કેલી
નજીકની સોસાયટીઓ વાળાએ પાણીના નિકાલની જગ્યાએ.કોટ બાંધી દેતા પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળામાં આવેલા કાળકા માતાજીના મંદિરની બાજુમાં આવેલા કેટલાક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે, જોકે આસપાસમાં આવેલી સોસાયટી વાળાએ જ્યાં પાણીના નિકાલની જગ્યા છે ત્યાં કોટ ઊભો કરી દેતા પાણીનો નિકાલ થતો ન હોય આ પાણી લોકોના ઘરોમાં ઘૂસતા ઘરોમાં મૂકેલો સામાન પાણીમાં ગરકાવ થયો હતો અને ઘરના સભ્યો એ ક્યાં બેસવું કે સૂવું એ પણ તકલીફ ઉભી થઈ છે માટે પાલિકા તંત્ર સોસાયટી વડાઓ એ ઊભી કરેલી દીવાલો ગેરકાયદેસર છે કે નહીં તેની તપાસ કરી પાણીના નિકાલની જગ્યા એ ઊભા કરેલા કોટ તોડી. પાડવા કાર્યવાહી કરવી જોઈએ નહીં તો આખા ચોમાસામાં કાળકા માતાના મંદિર પાસેના રહેણાક ઘરોના સભ્યો મોટી મુશ્કેલી માં મુકાશે.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
