<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

સુરતના બલેઠી ગામે સંયુક્‍ત વન વ્‍યવસ્‍થાપનથી ઇતિહાસ રચાયો : ઉજ્જડ પહાડો બન્‍યા ‘સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સ'

ગ્રામજનોની લોકભાગીદારીથી હરિયાળી ક્રાંતિ સર્જનાર બલેઠી આગામી પાંચ વર્ષમાં રાજ્‍યભરની JFM સમિતિઓ માટે બનશે તાલીમ કેન્‍દ્ર

સુરત : જિલ્લાના માંડવી તાલુકાના આદિવાસી બલેઠી ગામે જંગલ સંરક્ષણ ક્ષેત્રે અનોખો ઇતિહાસ સર્જ્‍યો છે. વર્ષ ૧૯૮૬-૮૮ના દુષ્‍કાળમાં નષ્ટ થયેલા જંગલોને વડીલ જાગુદાદા અને કિશોરભાઈ ચૌધરીની આગેવાનીમાં ગ્રામજનોએ સ્‍વયં રક્ષવાનો સંકલ્‍પ કર્યો હતો. આ ભગીરથ કાર્યને પ્રમુખ વિનયભાઈ કિશોરભાઈ ચૌધરી આગળ વધારી રહ્યા છે.

ગામની ઐતિહાસિક શાળાને ‘સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સ' તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો છે, જેનાથી આગામી ૫ વર્ષમાં ૨,૫૦? સમિતિઓના ૭,૫૦૦ સભ્‍યો તાલીમ મેળવશે. અહીં ૧૫ પેટ્રોલિંગ ટુકડીઓ દ્વારા ચોકી, ૧૬૨ બાયોગેસ પ્‍લાન્‍ટ, ૪ ચેકડેમ અને સહકારી મંડળી દ્વારા ૨૨૯ હેક્‍ટર જંગલનું સંચાલન થાય છે. આ ઉત્‍કળષ્ટ કામગીરી બદલ ૧૯૯૮માં દિલ્‍હી ખાતે ‘ઇન્‍દિરા પ્રિયદર્શિની વળક્ષમિત્ર એવોર્ડ' એનાયત થયો હતો. આ વન સંરક્ષણથી દૂધ ઉત્‍પાદન વધીને ૧૨-૧૩ હજાર લીટર થયું છે, ઘાસચારામાં ૭ ગણો વધારો થયો છે અને વાંસ વેચાણથી રૂ. ૧૭.૭ લાખથી વધુની આવક થઈ છે. આ સફળતાથી પ્રેરાઈને માંડવીના ૬૫થી વધુ ગામો પણ જોડાઈ રહ્યા છે.

(3:17 PM IST)