તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Wednesday, 18th November 2026
સમાજને સાથે રાખીને હાઇકમાન્ડ નિર્ણય કરી શકે, કોઈ વ્યક્તિ નહીં : કોળી સમાજના મુખ્યમંત્રીની માંગણી પર કુંવરજીભાઈનું મોટું નિવેદન
રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા રાજકોટમાં તળપદા કોળી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા :તેમણે કોળી સમાજને સંગઠિત થવા અને અન્ય નાના સમાજોને સાથે રાખી આગળ વધવા માટે સલાહ આપી

ગુજરાત રાજ્યમાં કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવા ભાજપના સિનિયર ધારાસભ્ય પબુભા માણેકના નિવેદન બાદ રાજકીય વિવાદ સામે આવ્યો છે ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી અને કોળી સમાજના આગેવાન કુંવરજીભાઈ બાવળીયા રાજકોટમાં તળપદા કોળી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા
કેબિનેટ મંત્રી બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં સમૂહ લગ્ન સમિતિ અને સમાજના વરિષ્ઠ આગેવાનોએ વિક્રમ સવંત 2083 ના સ્નેહમિલનના ભાગરૂપે અમે બધા જ અહીંયા અમારા કોર્પોરેટરો હોય, પૂર્વ કોર્પોરેટરો હોય, સમાજના અગ્રણી હોય, સમૂહ લગ્ન સમિતિના હોય અને કર્મચારી મંડળના હોય અને અમારા સમાજના સંતો મહંતો બધા એક સામાજિક સ્નેહમિલનના પ્રસંગમાં ભાગરૂપે મળ્યા છીએ અને એ સિવાય કોઈ બીજી અહીંયા વાત છે જ નહીં.જ્યારે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં કોળી સમાજને સ્થાન બાબતે પૂછવામા આવતા તેમણે જણાવ્યું હતું કે, અમારો સમાજ મોટો છે પરંતુ સૌ સમાજના લોકોને સાથે રાખીને હાઈ કમાન્ડમાંથી નિર્ણયો થતા હોય છે. કોઈ એક વ્યક્તિ કે સમાજ તેનો નિર્ણય કરી શકે નહીં. આજે અમે માત્ર સ્નેહમિલનના ભાગરૂપે મળ્યા છીએ.
તેમણે પોતાની સ્પીચ દરમિયાન કોળી સમાજને સંગઠિત થવા અને અન્ય નાના સમાજોને સાથે રાખી આગળ વધવા માટે સલાહ આપી હતી તો સાથે જ પીવાનો વ્યસન કે ખોટા ખર્ચાઓ ન કરી શિક્ષણ અને રોજગાર ક્ષેત્રમાં આગળ વધે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એજ્યુકેશન સેન્ટર રાજકોટમાં શરૂ થાય તેવી હાંકલ કરી હતી. જે બાદ અગાઉ રાજકોટથી લોકસભાના સાંસદ બન્યા તે બદલ અહીંના કોળી સમાજ અને શહેરની જનતાનો આભાર માન્યો હતો
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
