તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Thursday, 9th July 2026
સુરતમાં ભારે વરસાદથી દુકાનોમાં પાણી ઘુસતા પલળી ગયેલી વસ્તુઓ નુકશાનથી વેચવા મજબુર
લોકો પણ વરસાદમાં પલળેલી વસ્તુ લેવા માટે પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા

સુરતમાં ભારે વરસાદને પગલે નાના-મોટા અનેક વેપારીઓને વ્યાપક નુકસાન થયું છે. સુરતના વરાછા શ્યામધામ ચોક વંદના સોસાયટી પાસે દુકાનો પાણીમાં ગરકાવ થઇ જતા કપડાં સહિતનો માલ સામાન પાણીમાં પલળી ગયો છે. જેના કારણે વેપારીઓએ મૂળ કિંમતથી 20 થી 30 ટકાના ભાવે કપડા સહિતની વસ્તુ વેચવાનું શરૂ કર્યું છે. જેથી લોકો પણ વરસાદમાં પલળેલી વસ્તુ લેવા માટે પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
સુરતમાં થયેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણી ભરાવાના કારણે વેપારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
સુરતના વરાછા શ્યામધામ ચોક વંદના સોસાયટી પાસે આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે દુકાનોમાં રહેલો માલ પાણીમાં પલળી ગયો હતો. કપડાં સહિતનો માલ સામાન પાણીમાં પલળી જવાના કારણે લોકોએ મૂળ કિંમતથી 20 થી 30 ટકા ના ભાવે કપડા સહિતની વસ્તુ વેચવાનું શરૂ કર્યું છે.
આ અંગે હેન્ડલૂમના વેપારી ભૌતિકભાઈ ગોટીએ જણાવ્યું કે, 35 થી 40 લાખ રૂપિયાનું નુકસાન તો અમને સામે દેખાય છે, પણ ગ્રાહકોનો ફૂલ સપોર્ટ છે. જે કન્ફટર 1 હજારના ત્રણ વેચતા હતા, તે હાલ 1 હજારના 6 વેચીએ છીએ. આ ઉપરાંત 500 રૂપિયાની જે એક બોટલ હતી, તે પાંચસોમાં 4 આપીએ છીએ. હાલ ગ્રાહકો પણ આવી રહ્યા છે અને વસ્તુની ખરીદી કરી રહ્યા છે.
અન્ય વેપારી જીજ્ઞાશાબેને જણાવ્યું કે, મારી દુકાનમાં ગળા સુધી પાણી હતું, ત્યાં સુધી અમે સમાન કાઢ્યો હતો પરંતુ કંઈ બચ્યું નથી. અમારે 6 થી 7 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. હવે અમારા હાથમાં 1 લાખ રૂપિયા પણ આવે એમ નથી, બધુ જ ઝીરો થઈ ગયું છે. બધી હેવી વસ્તુઓ 50 રૂપિયામાં સેલ કર્યો છે. અમે જાતે જ પાણી કઢાયા છે. સરકાર અમને કઈક સહાય આપે એવી અપીલ છે.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
