તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
સુરતમાં સવારથી ધોધમાર વરસાદ :અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા
ઉધના-નવસારી રોડ પર વરસાદી પાણી ભરાવાથી વાહનવ્યવહાર ધીમો પડી ગયો અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ

સુરત : હવામાન ખાતાની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. સતત વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ઉધના-નવસારી રોડ પર વરસાદી પાણી ભરાવાથી વાહનવ્યવહાર ધીમો પડી ગયો છે અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે મહાનગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
