News of Saturday, 1st August 2026
મહિસાગર જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ અને પવન સાથે વરસાદનું ધમાકેદાર આગમન
લુણાવાડાના શામળાજી હાઇવે તેમજ અસ્થાના હાટડીયા બજાર જેવા નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા

મહિસાગર જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ અને પવન સાથે વરસાદનું ધમાકેદાર આગમન થતાં ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે લુણાવાડાના શામળાજી હાઇવે તેમજ અસ્થાના હાટડીયા બજાર જેવા નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અસહ્ય બફારા બાદ પડેલા આ વરસાદથી હવામાનમાં ઠંડક પ્રસરી જતાં યુવાધન વરસાદની મજા માણવા અને ભીંજાવા માટે રસ્તા પર ઉતરી આવ્યું હતું.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
