<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ગુજરાત હાઇકોર્ટ દ્વારા સેસન્‍સ-સીનીયર-જુનીયર સિવિલ અને જયુ.મેજી. કેડરના ૩૪૩ જજોની બદલી : જુઓ સંપૂર્ણ યાદી

સિવિલ અદાલતોના ઉનાળુ વેકેશન પુર્વે મોટાપાટે ન્‍યાયાધીશોની બદલીઓ : સેસન્‍સ જજ કેડરના ૬પ સીનીયર સિવિલ ચીફ જજ કક્ષાના ૧પ૩ અને જુનીયર ડીવીઝનમાં સિવિલ જે.એમ.એફ.સી. કોર્ટના ૧રપ જજોની ટ્રાન્‍સફરઃ જે તે જીલ્લા-તાલુકા કક્ષાએ આંતરીક બદલીના પણ આદેશોઃ ઉનાળુ વેકેશન પુરૂ થતા પેહલા બદલીવાળી જગ્‍યાએ ચાર્જ સંભાળી લેવા આદેશઃ રાજકોટ ફેમેલી કોર્ટના મુખ્‍ય જજ ધર્મેન્‍દ્રસીંગ, અધિક સેસન્‍સ જજ વી.કે.ભટ્ટની બદલી

રાજકોટ, તા., ૮ : આવતીકાલે સમગ્ર રાજયભરની સિવિલ અદાલતોમાં ઉનાળુ વેકેશન શરૂ થઇ રહેલ છે. તેના આગલા દિવસે આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સેસન્‍સ જજ, સીનીયર સિવિલ જજ, ચીફ જયુ. મેજીસ્‍ટ્રેટ અને સિવિલ જજ તેમજ જે.એમ.એફ.સી. કોર્ટના મળીને કુલ ૩૪૩ ન્‍યાયાધીશોની બદલીના હુકમો કરવામાં આવ્‍યા છે.

બદલીના આ હુકમોમાં સેસન્‍સ એન્‍ડ ડીસ્‍ટ્રીકટ જજ કેડરના ૬પ જજો, સીવીલ જજ અને ચીફ જજ કક્ષાના ૧પ૩ સીનીયર જજો તેમજ જુનીયર સિવિલ જજ અને જે.એમ.એફ.સી. કોર્ટના ૧રપ ન્‍યાયાધીશો મળીને કુલ ૩૪૩ ન્‍યાયાધીશોની હાઇકોર્ટ દ્વારા બદલીઓ કરવામાં આવી છે.

આવતીકાલથી ગુજરાતની સિવિલ અદાલતોમાં ઉનાળુ વેકેશનની શરૂઆત થઇ રહી છે અને આગામી ૭ મી જુને આ વેકેશન પુરૂ થશે.આ દરમ્‍યાન હાઇકોર્ટ દ્વારા બદલીના હુકમો કરવામાં આવ્‍યા છે.

આ ઉનાળુ વેકેશન દરમ્‍યાન જે કોઇ જજોની ટ્રાન્‍સફર કરવામાં આવી છે. તેઓને ૭ મી જુન પહેલા પોતાની જગ્‍યાએ ચાર્જ સંભાળી લેવા જણાવાયું છે.

બદલીના આ હુકમોમાં રાજકોટ ફેમીલી કોર્ટના મુખ્‍ય પ્રિન્‍સીપાલ  જજ શ્રી ધર્મેન્‍દ્રસીંગ શેરસીંગને રાજકોટથી બનાસકાંઠાની ફેમેલી કોર્ટના પ્રિન્‍સીપાલ જજ તરીકે મુકવામાં આવ્‍યા છે. જયારે ગોંડલના અધિક સેસન્‍સ એન્‍ડ ડીસ્‍ટ્રીકટ જજ હેમાંગ એ. ત્રિવેદીને નડીયાદ ખાતે મુકવામાં આવ્‍યા છે. રાજકોટના ફેમેલી કોર્ટના જજ શ્રી ગૌરવ દિપક યાદવને રાજકોટથી અમદાવાદ ખાતે સીટી સિવિલ  કોર્ટમાં મુકવામાં આવ્‍યા છે. સુરેન્‍દ્રનગરના એન.જી.શાહને અમદાવાદ ખાતે તેમજ રાજકોટના અધિક સેસન્‍સ જજ વી.કે.ભટ્ટને ધોળકા ખાતે મુકવામાં આવ્‍યા છે.

જયારે ડીસા - બનાસકાંઠાના ફેમેલી કોર્ટના જજ મહેરીના બાલક્રિષ્‍ના  ડાંગેને રાજકોટ ખાતે ફેમેલી કોર્ટમાં મુકવામાં આવ્‍યા છે. રાજકોટ ફેમેલી કોર્ટના જજ હિનાબેન એન. દેસાઇને અમદાવાદ સીટી સિવિલ કોર્ટમાં મુકવામાં આવેલ છે.

બદલીના આ હુકમો સેશન્‍સ જજ કેડરના જજોમાં રાજકોટ શહેર અને જીલ્લામાં નહિવત અસર જોવા મળે છે. જયારે ઉત્તર-ગુજરાત- દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્‍ટ્રના અમરેલી-ધારી-સુરેન્‍દ્રનગર-જામનગર-ભાવનગર સહિતની કોર્ટોમાં જજોની બદલીના હુકમો કરવામાં આવ્‍યા છે.

આવી જ રીતે સીનીયર સીવીલ જજો અને ચીફ જયુ. મેજી. કક્ષાના કુલ ૧પ૩ ન્‍યાયાધીશોની બદલીના હુકમો થયા છે. જેમાં ગુજરાતના મુખ્‍ય જીલ્લા અને તાલુકા કક્ષાએ જજોની ટ્રાન્‍સફર કરવામાં આવી છે. જેમાં રાજકોટના સીનીયર સિવિલ જજ આઇ. એમ. શેખને સાબરકાંઠામાં મુકવામાં આવ્‍યા છે. તેમજ રાજકોટના એ. જે. સંઘવીને ગાંધીનગર ખાતે મુકવામાં આવ્‍યા છે. પોરબંદરના અનુરાગ દ્વિવેદીને પોરબંદરમાં જ રાખવામાં આવ્‍યા છે. રાજકોટના અરૂણકુમાર સોનીને મહેસાણા ખાતે મુકવામાં આવ્‍યા છે. તેમજ રાજકોટના ધોરાજી ખાતે ફરજ બજાવતાં સુનિલ વાઘને ખેડા ખાતે મુકવામાં આવ્‍યા છે. જામનગર લેબર કોર્ટના જજ ડી. વી. સાવલીયાને વડોદરા ખાતે મુકવામાં આવ્‍યા છે. મોરબીના સી. વાય. જાડેજાને ગાંધીનગર ખાતે મુકવામાં આવ્‍યા છે. આણંદના પી. બી. સોનીને ભાવનગર ખાતે મુકવામાં આવ્‍યા છે. ગોંડલના રણવીરસિંહ રાઠોડને બનાસકાંઠામાં મુકવામાં આવ્‍યા છે.

જુનિયર ડીવીઝનમાં સીવીલ જજો અને જે. એમ. એફ. સી. કોર્ટના કુલ ૧રપ ન્‍યાયાધીશોની બદલીના હુકમો થયા છે. જેમાં તાપીના એ. એમ. શુકલાને જામનગર જીલ્લાના ધ્રોલ ખાતે મુકવામાં આવ્‍યા છે. અમદાવાદના સુમિત્રા ચોપરાને જુનાગઢના - માંગરોળ ખાતે મુકવામાં આવેલ છે.

સાબરકાંઠાના હિંમતનગરના એસ. યુ. બાદરને જામનગર ખાતે તેમજ સુત્રાપાડા ગીર સોમનાથના આર. એમ. ચાવડાને પાટણના ચાણસ્‍મા ખાતે તેમજ રાજકોટના ઉપલેટામાં ફરજ બજાવતા ડી. વાય. પટેલને અમદાવાદ જીલ્લાના માંડલ ખાતે તેમજ રાજકોટના હેતલબેન ગઢવીને પાટણ જીલ્લાના વારાહી ખાતે મુકવામાં આવ્‍યા છે. જયારે નવસારીના વઘાઇ ખાતે ફરજ બજાવતા પી. એસ. રોંદલને રાજકોટ ખાતે મુકવામાં આવેલ છે. જામનગર - જોડીયાના મનીષાબેન મકવાણાને પાલનપુર ખાતે તેમજ કલ્‍યાણપુર જામનગરના  એ. પી. કડીવારને અમદાવાદ ખાતે મુકવામાં આવ્‍યા છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઉપરોકત સેશન્‍સ એન્‍ડ ડીસ્‍ટ્રીકટ - સીનીયર સીવીલ જજો તેમજ ચીફ જે. એમ. એફ. સી. કોર્ટના જજોની બદલીના હુકમો થતાં ઉનાળુ વેકેશનના સમય દરમ્‍યાન બદલી પામેલા જજોને એક માસની અંદર બદલીવાળી જગ્‍યાએ ચાર્જ લઇ લેવા જણાવવાનું જાણવા મળે છે.

(12:28 PM IST)