News of Monday, 22nd June 2026
સુરતમાં પાલિકાની ઘોર બેદરકારી :પાંડેસરા વિસ્તારના ગણેશનગર ખાતે સીટી બેસ અચાનક રોડમાં ધસી ગઈ
પાલિકાએ થોડા દિવસ પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો હતો, છતાં રોડ ધસી પડતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા

સુરત શહેરમાં પાલિકાની મોટી બેદરકારી સામે આવી છે. પાંડેસરા વિસ્તારના ગણેશનગર ખાતે SMCની સિટી બસ અચાનક રોડમાં ધસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા થોડા દિવસ પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો હતો, છતાં રોડ ધસી પડતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. અકસ્માતમાં બસમાં સવાર 7 લોકોને ઇજા પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
