<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

ડાકોરમાં ધોધમાર વરસાદ વચ્ચે ગોપાલ લાલજીની સવારી નીકળી, મંદિર બહાર કમર સુધી પાણી ભરાયા

ગોપાલ લાલજી મહારાજ લક્ષ્મીજીને મળવા જતા હોવાની માન્યતા છે અને ભારે વરસાદ છતાં મોટી સંખ્યામાં ભક્તો સવારીમાં જોડાયા હતા.

ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સાંજે ફરી મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. મંદિરના મુખ્ય દરવાજા બહાર કમર સુધી પાણી ભરાયા હતા. પરંપરા અનુસાર દર શુક્રવાર અને અગિયારસે નીકળતી રણછોડજીના બાળ સ્વરૂપ ગોપાલ લાલજીની સવારી આજે પણ ધોધમાર વરસાદ વચ્ચે નીકળી હતી. ગોપાલ લાલજી મહારાજ લક્ષ્મીજીને મળવા જતા હોવાની માન્યતા છે અને ભારે વરસાદ છતાં મોટી સંખ્યામાં ભક્તો સવારીમાં જોડાયા હતા.

(11:08 PM IST)