<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

સુરત રેલવે સ્ટેશને લિફ્ટમાં વૃદ્ધના ખિસ્સામાંથી 45 લાખનું સોનું ચોરાયું: LCB એ ગણતરીની કલાકોમાં દાદી-પૌત્રને ઝડપી લીધા

ચોરીનું સોનું આરોપીએ તેની ભત્રીજી મારફતે દાદી ગીતાબેન પાસે છુપાવવા મોકલ્યું: પોલીસે દાદી પાસેથી તમામ 3 બિસ્કિટ રિકવર કરી કુલ 45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી 45 લાખની કિંમતના સોનાના બિસ્કિટની ચોરીની સનસનીખેજ ઘટના સામે આવી છે. ભુજ-બાંદ્રા એક્સપ્રેસમાં આવેલા મુસાફર કાંતિલાલ જ્યારે લિફ્ટમાં જઈ રહ્યા હતા, ત્યારે આરોપી કરણ મકવાણાએ તેમના પેન્ટનું ખિસ્સું કાપી 300 ગ્રામ સોનાના 3 બિસ્કિટ ચોરી લીધા હતા. આ સોનું વૃદ્ધ મંદિરના કોરિડોર માટે દાનમાં આપવા લાવ્યા હતા.

વડોદરા LCB અને RPFની ટીમે 100થી વધુ CCTV ફૂટેજ અને રિક્ષા નંબરના આધારે આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું કે ચોરીનું સોનું આરોપીએ તેની ભત્રીજી મારફતે દાદી ગીતાબેન પાસે છુપાવવા મોકલ્યું હતું. પોલીસે દાદી પાસેથી તમામ 3 બિસ્કિટ રિકવર કરી કુલ 45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે

(7:12 PM IST)