<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

અમદાવાદના સાણંદ રોડ પર આવેલ ગોકુલધામ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા

સોસાયટીના કે પી કોર્ટયાર્ડ અને કે પી વિલા ભાગમા 3 ફૂટ સુધીના પાણી ભરાયા :લોકોએ જાતે પાણી ઉલેચવા માટે મશીનરી કામે લગાડી

અમદાવાદના સાણંદ રોડ પર આવેલ ગોકુલધામ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા હતા. ગઈકાલે રાત્રે 10 વાગ્યા બાદ વરસાદ બંધ થયો પણ આજે પાણી ઓસર્યા નથી  સોસાયટીના કે પી કોર્ટયાર્ડ અને કે પી વિલા ભાગમા 3 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે. લોકોએ જાતે પાણી ઉલેચવા માટે મશીનરી કામે લગાડી છે. છેલ્લા પાંચ વર્ષથી સોસાયટીમાં પાણી ભરવાની સમસ્યા છે. AUDA એ પ્રાથમિક સુવિધા આપ્યા વિના જ પ્લાન પાસ કરી દીધા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. સોસાયટીના રહીશો આજે આખો દિવસ બહાર ના નીકળી શક્યા.

(6:59 PM IST)