News of Saturday, 12th September 2026
અમદાવાદમાં ડિસેમ્બરમાં ગીતા જયંતિ મહાસંમેલન : ગીતા ચેરી. ટ્રસ્ટનું આયોજન

રાજકોટ : શ્રી ભગવદ્દ ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ર૦ ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે ‘‘ગીતા જયંતિ મહાસંમેલન''નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં રપ હજારથી વધુ ‘‘ગીતા'' નામ ધરાવતી બહેનોને એક જ મંચ પર એકત્રિત કરવાનો સંકલ્પ છે. કાર્યક્રમમાં ભગવદ્દ ગીતા પ્રચાર-પ્રસાર, વિશાળ હવન, સમૂહમાં ભગવદ્દ ગીતા શ્લોક ગાન, ગીતા બહેનોનું સન્મા તથા સમાજલક્ષી અને પ્રેરણાત્મક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમને વર્લ્ડ રેકોર્ડ માટે નોંધણી પ્રક્રિયા સાથે પણ આગળ ધપાવવામાં આવી રહ્યો હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
આ અંગે વધુ માહિતી માટે મો. ૮ર૩૮૪૩૦૧૦૧ ઉપર સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
