News of Tuesday, 17th November 2026
પાટીદાર આંદોલન મુદ્દે ગીતા પટેલની પ્રતિક્રિયા : કહ્યું-“અમને દુઃખ છે, પરંતુ અમે ભૂલ નથી કરી''
તેમણે સ્પષ્ટતા કરી કે, દિનેશ બાંભણિયાને આનંદીબેન પટેલની માફી માંગવી હોય તો તેઓ વ્યક્તિગત રીતે માફી માંગી શકે

અમદાવાદ :પાટીદાર અનામત આંદોલનને લઈને દિનેશ બાંભણિયાના નિવેદન બાદ હવે પાટીદાર આગેવાન ગીતા પટેલે પ્રતિક્રિયા આપી છે. ગીતા પટેલે આંદોલનકારીઓનો બચાવ કરતાં જણાવ્યું કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન આંદોલનકારીઓએ કોઈ ભૂલ કરી નથી. તેમણે કહ્યું કે, “અમને દુઃખ છે, પરંતુ અમે ભૂલ નથી કરી.” વધુમાં તેમણે સ્પષ્ટતા કરી કે, દિનેશ બાંભણિયાને આનંદીબેન પટેલની માફી માંગવી હોય તો તેઓ વ્યક્તિગત રીતે માફી માંગી શકે છે. આમ, દિનેશ બાંભણિયાના નિવેદન બાદ પાટીદાર આગેવાનોમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને પાટીદાર અનામત આંદોલનનો જૂનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
