News of Friday, 10th July 2026
ગાંધીનગરમાં આયુર્વેદિક દવાના નામે કરોડોની છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ:સાત આરોપીઓની ધરપકડ
આરોપીઓ અમદાવાદના વસ્ત્રાલમાંથી કોલ સેન્ટર ચલાવી સોશિયલ મીડિયા પર સેક્સ્યુઅલ પાવર વધારવાની લાલચ આપતી જાહેરાતોથી લોકોને ફસાવતા:ઉત્તર પ્રદેશના ઇટાવાનો દેવેન્દ્ર રાજાવત સમગ્ર રેકેટનું સંચાલન કરતો

ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આયુર્વેદિક દવાના નામે કરોડોની છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ કરીને 7 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી કોલ સેન્ટર ચલાવી સોશિયલ મીડિયા પર સેક્સ્યુઅલ પાવર વધારવાની લાલચ આપતી જાહેરાતો દ્વારા લોકોને ફસાવતા હતા. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર આકર્ષક જાહેરાતો માટે દરરોજ અંદાજે ₹30 હજારનો ખર્ચ કરવામાં આવતો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે ઉત્તર પ્રદેશના ઇટાવાનો દેવેન્દ્ર રાજાવત સમગ્ર રેકેટનું સંચાલન કરતો હતો. દવા ખરીદવાનો ઇનકાર કરનાર લોકોને ફોન પર ધમકીઓ આપવામાં આવતી હતી, જ્યારે કેટલાક કિસ્સામાં એસપી બની ફોન કરીને ₹2 હજારથી લઈને ₹1 લાખ સુધીની ખંડણી પણ માંગવામાં આવતી હતી. પોલીસે કાર્યવાહી દરમિયાન 44 મોબાઇલ ફોન, 23 કોમ્પ્યુટર CPU અને 14 બેંક કિટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
