News of Friday, 22nd May 2026
ગાંધીનગર મનપા હવે IITના સહારે : સિટી ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે AIનો ઉપયોગ કરાશે
રોડની ગુણવત્તા સુધારવા, ડ્રેનેજ સિસ્ટમનું મોનિટરિંગ અને સેન્સસ આધારિત વૃક્ષોની ગણતરી જેવા કામો ડિજિટલ પ્લેટફોર્મ પર કરવામાં આવશે

ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા સ્માર્ટ સિટીના વિકાસ કાર્યોને વધુ સચોટ બનાવવા માટે IIT ગાંધીનગર સાથે હાથ મિલાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત IITના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓની ટીમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીની મદદથી નીડ બેઝ સર્વિસ પૂરી પાડશે. જેમાં મુખ્યત્વે રોડની ગુણવત્તા સુધારવા, ડ્રેનેજ સિસ્ટમનું મોનિટરિંગ અને સેન્સસ આધારિત વૃક્ષોની ગણતરી જેવા કામો ડિજિટલ પ્લેટફોર્મ પર કરવામાં આવશે. આ ઉપરાંત, પાટનગરના નવા ટીપી (ટાઉન પ્લાનિંગ) એરિયાના આયોજન વખતે ફ્લડ ઝોન (પૂર પ્રભાવિત વિસ્તારો)ને ધ્યાનમાં રાખીને ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિઝાઇન તૈયાર કરાશે, જેથી ભવિષ્યમાં વોટરલોગિંગની સમસ્યા અટકાવી શકાય.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
