News of Monday, 18th May 2026
અમદાવાદના માણેકચોક સોના-ચાંદી બજારમાં ધમધમતી ભઠ્ઠીઓ સામે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ આક્રમક મૂડમાં
તેમણે આ ગંભીર પ્રદૂષણ રોકવા માટે સીધો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીને પત્ર લખીને આવા તત્વોની યાદી તૈયાર કરી કડક પગલાં ભરવાની માંગ કરી

અમદાવાદના હાર્દ સમાન માણેકચોક સોના-ચાંદી બજારમાં છેલ્લા ઘણા સમયથી ધમધમી રહેલી ગેરકાયદેસર ભઠ્ઠીઓ અને કોલસા સપ્લાયનો મુદ્દો હવે જોર પકડી રહ્યો છે. આ ભઠ્ઠીઓના ઝેરી ધુમાડાથી સ્થાનિક રહીશોનું આરોગ્ય જોખમાયું છે અને લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી છે. જનતાની આ વેદનાને લઈને ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ આક્રમક મૂડમાં આવ્યા છે. તેમણે આ ગંભીર પ્રદૂષણ રોકવા માટે સીધો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીને પત્ર લખીને આવા તત્વોની યાદી તૈયાર કરી કડક પગલાં ભરવાની માંગ કરી છે.
પત્ર લખ્યા બાદ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે મીડિયા સમક્ષ તંત્રની લાપરવાહી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, "મેં અગાઉ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના તંત્રને આ બાબતે પત્ર લખી જગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અહીં અધિકારીઓ જવાબદારીમાંથી છટકી રહ્યા છે. હેલ્થ વિભાગ કહે છે કે આ કામ સોલિડ વેસ્ટ વિભાગનું છે, જ્યારે સોલિડ વેસ્ટ વિભાગ આ મામલો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પર ઢોળીને 'ખો' આપી દે છે. અધિકારીઓની આ આળસના કારણે સ્થાનિક જનતા પીસાઈ રહી છે."
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
