<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

ડીસામાં ખોરાક ઔષધ વિભાગની ટીમનો સપાટો :નોન-પરમિટેડ કલર ધરાવતો 301 કિલો કોર્ન પફ-કોર્ન બોલનો જથ્થો કર્યો સીઝ

‘મે. પ્રકાશ ગૃહ ઉદ્યોગ’માં ઓચિંતી તપાસ: કોર્ન પફ અને કોર્ન બોલ સહિત કુલ રૂ. 37 હજારથી વધુનો 301 કિલો જથ્થો સીઝ કરાયો: કોર્ન પફ અને કોર્ન બોલમાં ખાદ્ય ઉપયોગ માટે મંજૂર ન હોય તેવા કલરની હાજરી મળી

બનાસકાંઠાના ડીસામાં ખોરાક ઔષધ વિભાગની ટીમે નોન-પરમિટેડ કલર ધરાવતો 301 કિલો કોર્ન પફ-કોર્ન બોલનો જથ્થો સીઝ કર્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે ‘મે. પ્રકાશ ગૃહ ઉદ્યોગ’માં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જરૂરી પરવાના વિના કોર્ન પફ અને કોર્ન બોલનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું . કોર્ન પફ અને કોર્ન બોલ સહિત કુલ રૂ. 37 હજારથી વધુનો 301 કિલો જથ્થો સીઝ કરાયો. કોર્ન પફ અને કોર્ન બોલમાં ખાદ્ય ઉપયોગ માટે મંજૂર ન હોય તેવા કલરની હાજરી મળી હતી  બાળકોને આકર્ષવા કાર્ટૂન કેરેક્ટરના નામે નાસ્તાનું વેચાણ કરાતું હોવાનું પણ તપાસમાં સામે આવ્યુું હતું 

(9:16 PM IST)