<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

નવસારીમાં પૂરપીડિતોનો સ્થાનિક સરપંચ સામે રોષ: વાઘરેચ ગામમાં લોકોએ સરપંચના ઘરે પહોંચી હલ્લાબોલ કર્યો

સમગ્ર ઘટનાએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક તંત્ર અને જનપ્રતિનિધિઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વાઘરેચ ગામમાં પૂરપીડિતોએ સ્થાનિક સરપંચ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોએ સરપંચના ઘરે પહોંચી હલ્લાબોલ કરતાં પૂર દરમિયાન ફસાયેલા લોકોને બચાવવા માટે યોગ્ય આયોજન ન કર્યાના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. 

  ગ્રામજનોના જણાવ્યા મુજબ પૂર દરમિયાન અનેક વખત ફોન કરવા છતાં સરપંચે ફોન પણ ઉપાડ્યા નહોતા, જેના કારણે ખાસ કરીને મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઉપરાંત, પૂર બાદ પણ ઘરોમાં પીવાનું સ્વચ્છ પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળતા અંગે લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે. સમગ્ર ઘટનાએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક તંત્ર અને જનપ્રતિનિધિઓની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.

 

(1:45 PM IST)