News of Thursday, 19th November 2026
સુરતની સચિન GIDC સ્થિત ફેક્ટરીમાં આગ ભભૂકી: ફાયર વિભાગની 10 ગાડીઓ અને 60 જવાનો ઘટના સ્થળે
ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ ફેક્ટરીના પહેલા અને બીજા માળે લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂમાં :ત્રીજા માળે હજુ પણ આગ બુઝાવવાની કામગીરી ચાલુ

સુરત શહેરના સચિન જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની છે, જેના પગલે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની વિકરાળતાને જોતા ફાયર વિભાગની 10 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને 60 ફાયરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ ફેક્ટરીના પહેલા અને બીજા માળે લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, જ્યારે ત્રીજા માળે હજુ પણ આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સદનસીબે આ દુર્ઘટના સમયે ફેક્ટરીની અંદર કોઈ વ્યક્તિ ફસાયું ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
