News of Thursday, 19th November 2026
સુરત અને હાંસોટના કાંઠા સુગરના ખેડૂતોની આર્થિક સહાય અને શેરડીની બાકી રકમ વ્યાજ સહિત ચૂકવવાની માંગણી
સુગર ફેક્ટરીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડના આરોપીઓની હજુ સુધી ધરપકડ ન થતા ખેડૂતોમાં ભારે નારાજગી

સુરત અને હાંસોટ વિસ્તારના કાંઠા સુગર ફેક્ટરીના સભાસદ ખેડૂતોએ આર્થિક સહાય તેમજ શેરડીના પાકની બાકી નીકળતી રકમ વ્યાજ સહિત ચૂકવવાની માંગ સાથે સુગર ફેક્ટરી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. આ ઉપરાંત, સુગર ફેક્ટરીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડના આરોપીઓની હજુ સુધી ધરપકડ ન થતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, જેને પગલે ખેડૂતોએ કસ્ટોડિયન કમિટી અને ઓલપાડ પોલીસ સમક્ષ લેખિત રજૂઆત કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે અને જો આગામી 1 અઠવાડિયામાં આ સમસ્યાનો યોગ્ય નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
