<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

ડાંગરનો પાક અને અચાનક આખો પાક પીળો પડી જતાં મહીસાગરના ખેડૂતોની ચિંતા વધી

લુણાવાડા પંથકમાં ડાંગરના પાક પર અજાણી ચુસિયા પ્રકારની જીવાતનો ભારે ઉપદ્રવ: છાપરી, વક્તાપુરા, ચપટીયા થઈને નમનાર સુધીના વિસ્તારમાં લીલોછમ પાક પીળો પડી સુકાઈ રહ્યો છે

 ખેતરમાં લહેરાતો ડાંગરનો પાક અને અચાનક આખો પાક પીળો પડી જતાં મહીસાગરના ખેડૂતોની ચિંતા વધી છે. લુણાવાડા પંથકમાં ડાંગરના પાક પર અજાણી ચુસિયા પ્રકારની જીવાતનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. છાપરી, વક્તાપુરા, ચપટીયા થઈને નમનાર સુધીના વિસ્તારમાં લીલોછમ પાક પીળો પડી સુકાઈ રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, સમયસર વરસાદ ન થતાં વાવણી-ઓરવણી મોડી થઈ હતી. ત્યારબાદ વરસાદની ખેંચ અને હવે જીવાતના ઉપદ્રવથી પાક નિષ્ફળ જવાની ભીતિ છે. મોંઘી દવાઓના છંટકાવ છતાં ખાસ પરિણામ ન મળ્યું હોવાનો ખેડૂતોનો દાવો છે. ખેડૂતો તાત્કાલિક સર્વે અને આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે. જોકે અધિકારીના જણાવ્યા મુજબ ખેડૂતોને જંતુનાશક દવાના છંટકાવ અંગે ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

(7:56 PM IST)