News of Sunday, 28th June 2026
બાવળા-સાણંદમાં ખેડૂત આંદોલન આક્રમક: નોટિસ વગર ગટર લાઈનની કામગીરી સામે વિરોધ:10 દિવસથી આંદોલન યથાવત
આંદોલનકારી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તંત્ર દ્વારા તેમને આ બાબતે સત્તાવાર લેખિત ખાતરી નહીં આપવામાં આવે ત્યાં સુધી તેઓ આ લડત ચાલુ રાખશે

અમદાવાદ જિલ્લાના બાવળા અને સાણંદ પંથકમાં ખેડૂતોનું આંદોલન વધુ તેજ બન્યું છે. બાવળાના ગેલોપ્સ વિસ્તારમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વિના જ તેમના ખેતરોમાંથી કેનાલમાં ગટર લાઈનની કામગીરી શરૂ કરી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને તેમણે સ્થળ પર જ તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ, સાણંદના ડરણ ગામે પણ પોતાની પડતર માંગણીઓને લઈને ખેડૂતોનું આંદોલન છેલ્લા 10 દિવસથી સતત યથાવત છે. આંદોલનકારી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તંત્ર દ્વારા તેમને આ બાબતે સત્તાવાર લેખિત ખાતરી નહીં આપવામાં આવે ત્યાં સુધી તેઓ આ લડત ચાલુ રાખશે
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
