તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
બાવળામાં ખેડૂત આગેવાન શૈલેષ મેરના અપહરણ બાદ તેમના પર છરી વડે હુમલાનો પ્રયાસ
રોષે ભરાયેલા ખેડૂતો અને મહિલાઓ કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા: આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી

અમદાવાદ જિલ્લાના બાવળામાં ખેડૂત આગેવાન શૈલેષ મેરના અપહરણ બાદ તેમના પર છરી વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવતા તણાવનો માહોલ સર્જાયો છે. ઘટનાના વિરોધમાં રોષે ભરાયેલા ખેડૂતો અને મહિલાઓ કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ખેડૂતોનો આક્ષેપ છે કે શૈલેષ મેર પર થયેલો હુમલો રાજકીય ઈશારે કરાવવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
