<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

પાલનપુર હાઈવે પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો

. ઉંબરી ગામનો યુવક ઈજાગ્રસ્ત થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો સિટી સ્કેન કરાવવા લઈ જતી વખતે એક એજન્ટે યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો :સામાન્ય ઈજા હોવા છતાં યુવકને ICUમાં રાખવામાં આવ્યો હોવાનો પણ પરિવારનો આરોપ

બનાસકાંઠાના પાલનપુર હાઈવે પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. ઉંબરી ગામનો યુવક ઈજાગ્રસ્ત થતાં તેને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સિટી સ્કેન કરાવવા લઈ જતી વખતે એક એજન્ટે યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. સામાન્ય ઈજા હોવા છતાં યુવકને ICUમાં રાખવામાં આવ્યો હોવાનો પણ પરિવારનો આરોપ છે. યુવકના મોત બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી ખાનગી હોસ્પિટલના સંચાલક સામે ફરિયાદ નોંધવાની માગ કરી છે. ઘટનાને પગલે હોસ્પિટલમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે.

(2:53 PM IST)