News of Saturday, 18th April 2026
સુરતના લાલગેટ વિસ્તારમાં ડિમોલિશનનો ડર બતાવી બિલ્ડર પાસે 2 લાખની ખંડણી માંગી ને 10 હજાર પડાવાયા
લાલગેટ પોલીસે તોડબાજ રિઝવાન અબ્દુલ રબ આઝાદની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી

સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં બાંધકામની સાઇટ પર તોડબાજો ફોટો પાડી મહાનગર પાલિકામાં ખોટી અરજી કરી બિલ્ડિંગનું ડિમોલીશન કરી દેવાની બિલ્ડરને ધમકી આપી 2 લાખની માંગણી કરી હતી. બિલ્ડરે રૂપિયા ન આપતા જાનથી મારી નાખવાની ધમકી આપી ને બિલ્ડર પાસે જબરજસ્તી 10 હજારની રકમ પડાવી હતી.વારંવાર હેરાનગતિને કારણે બિલ્ડર રઈશ શેખે લાલગેટ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે તોડબાજ રિઝવાન અબ્દુલ રબ આઝાદ(રહે,આઝાદ મંજીલ, મુગલીસરા)ની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે. લાલગેટ માછલીપીઠ ખાતે બિલ્ડર નવી બિલ્ડિંગનું બાંધકામ કરી રહ્યા છે.
આ બાંધકામ બાબતે તોડબાજો એ બિલ્ડર રઈશ શેખેને કહ્યું કે તમે ખોટી રીતે બાંધકામ કરી બહુ પૈસા કમાયા છો, હવે તમારૂ બાંધકામનું ડિમોલીશન કરાવીને રહીશ, એમ કહીને 2 લાખની માંગણી કરી હતી. ત્યાર પછી તોડબાજોએ બિલ્ડર રઈશ શેખે પાસે 11મી એપ્રિલે તેની બાંધકામની સાઇટ પર ગયો હતો. જ્યાં રૂપિયાની માંગણી કરી હતી.
બિલ્ડરે આપવાની ના પાડતા સાઇડ પરથી લોખંડનો સળિયો લઈ મારવાની ધમકી આપી હતી. ડરને મારે બિલ્ડરે તે વખતે 10 હજારની રકમ આપી દીધી હતી. ત્યાર પછી બાકીની રકમ માટે બિલ્ડરને દબાણ કરતો હતો. બિલ્ડર રઈશ શેખે લાલગેટ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે તોડબાજ રિઝવાન અબ્દુલ રબ આઝાદ(રહે,આઝાદ મંજીલ, મુગલીસરા)ની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે આરોપીએ અન્ય લોકો પાસે પણ રૂપિયા પડાવ્યા છે કેમ? તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
