News of Thursday, 23rd July 2026
સુરત પોલીસ દ્વારા ઉત્તમ માનવીય અભિગમ: અસરગ્રસ્ત પરિવારોની વ્હારે પોલીસ પહોંચી : ફૂડ પેકેટનું વિતરણ કર્યું
વિકટ પરિસ્થિતિમાં લીંબાયત પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક અસરથી મેદાને ઉતરી

સુરત પોલીસ દ્વારા ઉત્તમ માનવીય અભિગમ દાખવવામાં આવ્યો છે, જે હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સુરતના પૂરપ્રભાવિત અને સંવેદનશીલ ગણાતા લીંબાયત વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. ખાસ કરીને મીઠી ખાડી આસપાસના વિસ્તારો પાણીમાં પ્રભાવિત થયા હતા, જ્યાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ વિકટ પરિસ્થિતિમાં લીંબાયત પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક અસરથી મેદાને ઉતરી હતી અને સરાહનીય કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
પોલીસ ટીમે જીવનું જોખમ ખેડીને કે પાણી ભરાયેલા રસ્તાઓ પાર કરીને સીધા અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચી હતી. ત્યાં ફસાયેલા અને જરૂરિયાતમંદ લોકોને ભૂખ્યાં ન રહેવું પડે તે માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. "સુરક્ષા, સેવા અને સલામતી"ના સૂત્રને માત્ર કાગળ પર નહીં પરંતુ જમીની સ્તરે સાર્થક કરતી સુરત પોલીસની આ માનવતાભરી કામગીરી જોઈને સ્થાનિક રહીશો દ્વારા પણ પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
