તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Thursday, 30th July 2026
શિક્ષણ વ્યવસ્થા નિષ્ફળઃ ગુજરાતમાં છેલ્લા ૩ વર્ષમાં ૧૮૯૯ વિદ્યાર્થીઓના આપઘાત
પેપર લીક સામે માત્ર એકટ નહિ, એકશન જરૂરીઃ ડો. મનીષ દોશી

રાજકોટ તા. ૩૦: વિદ્યાર્થીઓ પુસ્તકો સામે નહીં, પરંતુ ભ્રષ્ટ અને નિષ્ફળ શિક્ષણ વ્યવસ્થા સામે હારી રહ્યા છે ત્યારે, અતિ બેફામ ખર્ચાળ શિક્ષણ વ્યવસ્થા, પેપરલીક, પરીક્ષા ગેરરીતિ અને ભરતી કૌભાંડ સામે માત્ર ‘‘એક્ટ નહિ એક્શન''ની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૯૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, વર્ષ ૨૦૨૪માં ૫૬૮ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું. એટલે ગુજરાતમાં સરેરાશ દર બે દિવસે ત્રણ વિધાર્થીઓ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ૧૦૮ માસૂમ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું જ્યારે બેરોજગારીના લીધે ૧૫૯ યુવાનોએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું.ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦૨૪થી વધુ દીકરીઓએ આપઘાતનું અતિમ પગલું ભર્યું છે. આ છે વરવી વાસ્તવિકતા...!
તાજેતરમાં નીટની પરીક્ષાનાં પેપર લીકના કારણે હતાશ - નિરાશ થઈને ૨૧ જેટલા આશાસ્પદ બાળકોએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હતું જેમાંથી એક આશાસ્પદ વિદ્યાર્થી ગુજરાતનો છે. રાજ્યમાં વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય, શિક્ષણ વ્યવસ્થા અને રોજગારની આશાઓ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. વર્ષ ૨૦૨૪માં દેશમાં ૧૪,૪૮૮ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૪૧૪૨૪ જેટલા વિધાર્થીઓએ આત્મહત્યા કરી છે. છેલ્લા એક દાયકામાં વિદ્યાર્થી આત્મહત્યાના કેસોમાં ૮૦ ટકા વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન ૧.૨૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી,જ્યારે ૨૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ માત્ર પરીક્ષામાં નિષ્ફળતાના કારણે જીવન ટૂંકાવ્યું. વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૬૩,૯૧૫ બાળકો અને કિશોરોએ આત્મહત્યા કરી એટલે કે દેશમાં દરરોજ સરેરાશ ૪૦થી વધુ બાળકો અને કિશોરો આત્મહત્યા કરે છે. ભારત અને ગુજરાતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ હવે વ્યક્તિગત દુઃખદ ઘટનાઓ નથી રહી, પરંતુ દેશની શિક્ષણ, રોજગાર અને માનસિક આરોગ્ય વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતાનું પ્રતિબિંબ છે. આજે લાખો વિદ્યાર્થીઓ અસહ્ય શૈક્ષણિક દબાણ, પેપર લીક, પરીક્ષા ગેરરીતિઓ, ભરતીમાં વિલંબ, વધતી બેરોજગારી અને શિક્ષણના બેફામ વ્યાપારીકરણ વચ્ચે પોતાનું ભવિષ્ય શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમ ડો. મનીષ દોશી જણાવે છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં NEET, CUET, GPSC સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ૧૫૨થી વધુ પેપર લીક, ગેરરીતિઓ અને ગંભીર વિવાદોએ વિદ્યાર્થીઓનો પરીક્ષા ણાલી પરનો વિશ્વાસ તોડી નાખ્યો છે. વિદ્યાર્થીઓ વર્ષો સુધી મહેનત કરે, પરિવારો પોતાની બચત ખર્ચી - દેવું કરીને લાખો રૂપિયા શિક્ષણ અને કોચિંગ પાછળ ખર્ચે, પરંતુ અંતે ભ્રષ્ટ પરીક્ષા ણાલી અને નીતિગત નિષ્ફળતાનો ભોગ બને છે. દર વર્ષે ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ ફચ્ચ્વ્ માટે નોંધણી કરાવે છે, જ્યારે ખાનગી કોચિંગ પરની નિર્ભરતા સતત વધી રહી છે. શિક્ષણ હવે સેવા નહીં, પરંતુ કરોડો રૂપિયાનો વ્યવસાય બની ગયું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશીએ માંગ કરતા જણાવ્યું હતું કે પેપર લીક, પરીક્ષા ગેરરીતિ અને ભરતી કૌભાંડ સામે માત્ર એક્ટ નહી એક્શન લો. દરેક શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં ફરજિયાત માનસિક આરોગ્ય કાઉન્સેલિંગ સેન્ટર તથા ૨૪×૭ હેલ્પલાઇન શરૂ કરવામાં આવે. પ્રવેશ અને ભરતી પરીક્ષાઓ માટે સંપૂર્ણ પારદર્શક, વિશ્વસનીય અને સમયબદ્ધ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે. ખાનગી કોચિંગ ક્ષેત્રનું નિયમન કરીને ફી પર નિયંત્રણ લાવવામાં આવે અને શિક્ષણના વધતા ખર્ચાને ઘટાડવા નીતિ ઘડવામાં આવે. વિદ્યાર્થી આત્મહત્યાઓ અંગે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તપાસ કરીને સમયબદ્ધ એક્શન પ્લાન જાહેર કરવામાં આવે. ડિગ્રી પછી રોજગારની ખાતરી, સમયસર ભરતી અને યુવાનો માટે સ્પષ્ટ કારકિર્દી માર્ગ સુનિヘતિ કરવામાં આવે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
