News of Monday, 25th May 2026
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના સંચાલન મામલે શિક્ષણ વિભાગ એક્શનમાં :સુનાવણી માટે સંચાલકોને તક અપાઈ
પ્રાથમિક શિક્ષણ નિયામક સમક્ષ સુનાવણી: હાઈકોર્ટના નિર્દેશ બાદ શિક્ષણ વિભાગ એક્શન મોડમાં : અગાઉ શાળાનો વહીવટ સરકારે હસ્તગત કર્યો હતો: કોર્ટના આદેશ બાદ સ્કૂલને ફરી નોટિસ અપાઈ

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના સંચાલન વિવાદ મામલે રાજ્યનું શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરતા, શિક્ષણ વિભાગે શાળા સંચાલકોને પોતાનો પક્ષ રજૂ કરવાની સુવર્ણ તક આપી છે.
અગાઉ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના રિપોર્ટના આધારે રાજ્ય સરકારે સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હસ્તગત કરી લીધો હતો. આ કાર્યવાહીને પડકારતા શાળા સંચાલકો હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટે સમગ્ર મામલે માનવીય અભિગમ અપનાવીને શાળા સંચાલકોને સાંભળવા અને તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવા માટે શિક્ષણ વિભાગને નિર્દેશ આપ્યો હતો.
કોર્ટના આદેશને પગલે શિક્ષણ વિભાગે શાળા સંચાલકોને ફરીથી નોટિસ પાઠવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાં શાળા સંચાલકોની સુનાવણી હાથ ધરવામાં આવી છે.
આ મામલે વધુ સુનાવણી ગુજરાત બોર્ડ સમક્ષ આગામી 29 મેના રોજ યોજાશે.આ સુનાવણી બાદ શિક્ષણ વિભાગ શાળાના વહીવટ અને સંચાલન અંગે શું નિર્ણય લે છે, તે જોવું મહત્વનું રહેશે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
