<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

શાળાઓ અને યુનિવર્સિટીઓને પ્રવાસ ટાળવા અને ઓનલાઈન બેઠકો કરવા શિક્ષણ વિભાગનો પરિપત્ર

અન્ય રાજ્યોના કાર્યક્રમો કે બેઠકોમાં રૂબરૂ જવાના બદલે ઓનલાઈન માધ્યમથી જોડાવા આદેશ કરાયા

અમદાવાદ :રાજ્યમાં ઇંધણની સ્થિતિ અને બચતને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ નવા દિશાનિર્દેશ અંતર્ગત તમામ સરકારી શાળાઓ અને યુનિવર્સિટીઓને અનિવાર્ય સંજોગો સિવાયના તમામ પ્રવાસો ટાળવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે, જેમાં વિદેશ પ્રવાસ અને તાલીમ પ્રવાસો પર રોક લગાવવામાં આવી છે. અન્ય રાજ્યોના કાર્યક્રમો કે બેઠકોમાં રૂબરૂ જવાના બદલે ઓનલાઈન માધ્યમથી જોડાવા આદેશ કરાયા છે. આ ઉપરાંત, વિભાગે વધારાના સરકારી વાહનો પરત કરવા અને વહીવટી બેઠકો પણ ઓનલાઈન યોજવા માટે કડક નિર્દેશ આપ્યા છે.

(8:49 PM IST)