News of Saturday, 19th September 2026
આયુર્વેદ શિક્ષણ જગતમાં ભૂકંપઃ ૭ કોલેજોની માન્યતા રદઃ બીએએમએસની ૬૨૦ બેઠકો પર તાળા
આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે એનસીઆઈએસએમની લાલ આંખઃ વિદ્યાર્થીઓને અન્ય માન્ય કોલેજમાં શિફટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

રાજકોટ, તા.૧૯: આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે NCISM (National Commission for Indian System of Medicine) દ્વારા આ વર્ષની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
NCISMની ઇન્સ્પેક્શન ટીમોએ દેશભરની આયુર્વેદ કોલેજોની તપાસ કરી હતી, જેમાં ગંભીર ક્ષતિઓ મળી આવી હતી. જેના પગલે ૭ આયુર્વેદ કોલેજોની માન્યતા રદ કરી દેવામાં આવી છે.
૯૦% ટીચિંગ સ્ટાફ અને ૮૦% હાયર ફેકલ્ટી હોવી જરૂરી છે જે ઘણી કોલેજોમાં નહોતી,હોસ્પિટલમાં ખામી જોવા મળી હતી જેમાં દર્દીઓની સંખ્યા, બેડની સંખ્યામાં ઘટ અને નિયમ મુજબની સુવિધા નહોતી,ઇન્ફ્રાસ્ટ્રક્ચરમા લેબ, લાયબ્રેરી, હર્બલ ગાર્ડન અને એનિમલ હાઉસ જેવી સુવિધાનો અભાવ હતો.નોન-ટીચિંગ સ્ટાફ અને વેબસાઇટ અપડેટ નહોતી.
આ કાર્યવાહીમાં ગુજરાતની ૭ કોલેજો પણ ઝપટે ચડી છે. કુલ ૭ કોલેજોની ૬૨૦ બેઠકો પર ગ્રહણ લાગ્યું છે. ગત વર્ષે પણ ૧૭ કોલેજોને પરમિશન અપાઈ ન હતી.
આ ૭ કોલેજોમાં આ વર્ષે NEET UG દ્વારા એક પણ નવો પ્રવેશ નહીં થાય. જે વિદ્યાર્થીઓ કોર્ટમાં ગયા હતા, સુપ્રીમ કોર્ટે તેમને પણ રાહત આપવાનો ઇનકાર કર્યો છે અને ગેરકાયદે એડમિશન આપનાર ૬ ગુજરાતની કોલેજો સામે તપાસના આદેશ આપ્યા છે. હાલ ભણતા વિદ્યાર્થીઓને અન્ય માન્ય કોલેજમાં શિફ્ટ કરવાની પ્રક્રિયા થઈ શકે છે.
આ નિર્ણયથી આયુર્વેદમાં એડમિશન લેવા માંગતા હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ફેલાઈ છે.
કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે. તેમાં વડોદરાને સુમનદીપ આયુર્વેદ મેડિકલ કોલેજ - હોસ્પિટલ, મહેસાણાની સરદાર આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ, ખેડાની ડાલિયા આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ, લીંબડીની લીંબડી આયુર્વેદીક મેડીકલ કોલેજ, ગોધરાની જય જલારામ આયુર્વેદીક કોલેજ અને અમરેલીની શ્રીધર અતુલકુમાર જાની આયુર્વેદીક મેડીકલ કોલેજ સામે કાર્યવાહી કરીને માન્યતા રદ કરી દેવાઈ છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
