<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રથ પર જઈને "જય રણછોડ, માખણ ચોર"ના ગગનભેદી નારા લગાવ્યા

પ્રેમ દરવાજા વિસ્તારથી રથયાત્રાના મુખ્ય માર્ગ પર સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ પગપાળા પ્રસ્થાન કરનારા હર્ષભાઈ સંઘવીએ ભક્તિના અનોખા રંગમાં રંગાઈને પ્રભુના દિવ્ય રથ પર સવાર થઈને દર્શન કર્યા

અમદાવાદમાં પરંપરાગત ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે નીકળેલી ભગવાન જગન્નાથજીની ભવ્ય નગરચર્યામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉત્સાહ સાથે સહભાગી થયા હતા. પ્રેમ દરવાજા વિસ્તારથી રથયાત્રાના મુખ્ય માર્ગ પર સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ પગપાળા પ્રસ્થાન કરનારા નાયબ મુખ્યમંત્રીએ ભક્તિના અનોખા રંગમાં રંગાઈને પ્રભુના દિવ્ય રથ પર સવાર થઈને દર્શન કર્યા હતા. રથ પર ચડીને તેમણે અત્યંત ઉત્સાહપૂર્વક "જય રણછોડ, માખણ ચોર" ના ગગનભેદી નારા લગાવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ભક્તોમાં પણ નવો જોશ જોવા મળ્યો હતો.

આ પાવન અવસરે તેમણે ભગવાનના રથને ખેંચવાની પવિત્ર પરંપરાગત સેવા આપતા ખલાસી ભાઈઓ સાથે મુલાકાત કરી હતી અને તેમના અદ્ભુત સમર્પણને બિરદાવીને તેમના ઉત્સાહમાં અનેરો વધારો કર્યો હતો. નાયબ મુખ્યમંત્રીની આ સહજતા, સક્રિયતા અને અતૂટ આધ્યાત્મિક ભાવે રથયાત્રાના માર્ગ પર ઉપસ્થિત લાખો શ્રદ્ધાળુઓના દિલ જીતી લીધા હતા.

(11:38 PM IST)