<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢમાં ભાઈબીજના પાવન પર્વે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

પાવાગઢ પર્વતની સીડીઓ પર શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો:ભક્તોએ મંગળા આરતીનો લ્હાવો લીધો અને માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી

પંચમહાલના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢમાં ભાઈબીજના પાવન પર્વે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દિવાળીના વેકેશન અને તહેવારની રજાઓ વચ્ચે મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. વહેલી સવારથી જ પાવાગઢ પર્વતની સીડીઓ પર શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી હતી. ભક્તોએ મંગળા આરતીનો લ્હાવો લીધો અને માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર અને પાવાગઢ પર્વત માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. ભાઈબીજના પર્વે પાવાગઢમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

(12:13 PM IST)