News of Sunday, 15th November 2026
જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવા મોરચાના જૂના સાથી વિપુલભાઈ રાઉતના નિવાસસ્થાને મુલાકાત લીધી -- કાર્યકર્તા પ્રત્યેની આત્મીયતા દર્શાવતા પરિવારજનો સાથે સંવાદ કરી ચા-પાણી કર્યા

ગાંધીનગર :રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત 'જનજાતિય ગૌરવ દિવસ'ની ઉજવણીના કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પરત ફરતી વખતે નાયબ મુખ્યમંત્રીએ સાદગી અને કાર્યકર્તા પ્રત્યેની અતૂટ આત્મીયતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેઓ યુવા મોરચાના સમયના તેમના જૂના સાથી કાર્યકર્તા વિપુલભાઈ રાઉતના ઘરે અચાનક મુલાકાતે પહોંચ્યા હતા.
હર્ષ સંઘવીએ વિપુલભાઈ તથા તેમના પરિવારના સભ્યો સાથે ઉષ્માભરી મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. તેમણે પરિવારજનો સાથે હળવો સંવાદ કરતા ઘરે ચા પીધી હતી અને જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. પદ અને પ્રતિષ્ઠાથી પર રહીને પોતાના જૂના સાથી કાર્યકર્તા પ્રત્યે નાયબ મુખ્યમંત્રીએ દર્શાવેલા આ પ્રેમ અને લાગણીથી વિપુલભાઈ રાઉત અને તેમનો પરિવાર ભાવવિભોર બન્યો હતો
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
