News of Monday, 26th October 2026
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થ પિતાશ્રી અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અસભ્ય ટિપ્પણીના વિરોધમાં ગાંધીનગરમાં ભાજપા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું
ગાંધીનગરના ઘ-૫ સર્કલથી શહેર કોંગ્રેસ કાર્યાલય સુધી યોજાયું વિરોધ પ્રદર્શન, ઉગ્ર સૂત્રોચ્ચાર દ્વારા કોંગ્રેસ અધ્યક્ષના કૃત્યને વખોડાયુ :પ્રદેશ સહ પ્રભારી અજય મહાવરજી, પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. નરેશભાઈ દેસાઈ, શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત ભાજપા આગેવાનો અને કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થ પિતાશ્રી અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલી અસભ્ય અને નિંદનીય ટિપ્પણીના વિરોધમાં આજે ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ગાંધીનગરના ઘ-૫ સર્કલથી શરૂ થયેલું આ વિરોધ પ્રદર્શન શહેર કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચ્યું હતું, જયાં ઉગ્ર સૂત્રોચ્ચાર દ્વારા માફીની માંગ સાથે કોંગ્રેસ અધ્યક્ષના કૃત્યને વખોડવામાં આવ્યું હતું.
આ વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ સહ પ્રભારી અજય મહાવરજી, પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. નરેશભાઈ દેસાઈ, ગાંધીનગર શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
