News of Wednesday, 17th June 2026
મુખ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકે ગર્વનરની શુભેચ્છા મુલાકાત લીધી...
બંધારણીય વડા દેવવ્રતજી દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ નોંધ લીધી...

રાજકોટ, તા.૧૭: ૧. ગુજરાતના નવનિયુક્ત પોલીસ મહાનિર્દેશક જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકે ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી. ૨. મુલાકાત દરમિયાન રાજ્યની આંતરિક સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ. ૩. રાજ્યપાલશ્રીએ નવા ડીજીપીને પદભાર બદલ શુભેચ્છા પાઠવી અને નાગરિકોની સલામતી માટે માર્ગદર્શન આપ્યું. ૪. નવનિયુક્ત પોલીસ વડા અને બંધારણીય વડા વચ્ચે આ મુલાકાત મહત્વપૂર્ણ કડી સમાન બની. બંધારણીય વડા એવા રાજ્યપાલ દેવવ્રતજી દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર આ મુલાકાતની નોંધ લેવામાં આવી.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
