News of Tuesday, 10th November 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી હોલ ખાતે નૂતન વર્ષે નાગરિકો પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ લે કરી
અગ્ર સચિવ સંજીવ કુમાર, ઊર્જા અગ્ર સચિવ અશ્વિની કુમાર અને માર્ગ મકાન સચિવ પટેલીયાએ મુખ્યમંત્રીને કોમ્યુનિટી હોલ ખાતે પુષ્પ ગુચ્છ અર્પણ કરીને આવકાર્યા

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નૂતન વર્ષ ના પ્રથમ દિવસે મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી હોલ ખાતે નાગરિકો પ્રજાજનો સાથે નુતન વર્ષાભિનંદનની શુભેચ્છાઓની આપ લે કરી હતી.
મુખ્યમંત્રીને વિક્રમ સવંત ૨૦૮૩ની શુભકામનાઓ પાઠવવા સામાન્ય નાગરિકો, નિવૃત અને વર્તમાન વરિષ્ઠ સચિવો, ધારાસભ્યો અને ગાંધીનગર શહેર તેમજ જિલ્લાના પદાધિકારીઓ કોમ્યુનિટી હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઊર્જા અગ્ર સચિવ અશ્વિની કુમાર અને માર્ગ મકાન સચિવ પટેલીયાએ મુખ્યમંત્રીને કોમ્યુનિટી હોલ ખાતે પુષ્પ ગુચ્છ અર્પણ કરીને આવકાર્યા હતા અને નૂતન વર્ષભિનંદન પાઠવ્યા હતા.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
