<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગીર વિસ્તારમાં થયેલા સિંહ બાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો જાણી :ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર,અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે,હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ જયપાલસિંઘ અને મુખ્યમંત્રીના સચિવ ડો.અજયકુમાર આ બેઠકમાં જોડાયા

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગીર વિસ્તારમાં થયેલા સિંહ બાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને મેળવી હતી.

 ૪ સિંહ બાળના મૃત્યુ જુદા જુદા વિસ્તારોમાં થયા છે અને આ વિસ્તારના કુલ ૧૭ જેટલા સિંહોને આઇસોલેટ કરીને તેની કાળજી લેવામાં આવી રહી છે. તેની વિગતો વન પર્યાવરણ અગ્ર સચિવ ડો. વિનોદ રાવે આપી હતી.
 ગીર ગઢડા અને બાબરીયા વિસ્તારના ૧૦ કિ.મી.ની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહોનું સઘન મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે અને તેમનામાં કોઇ અન્ય બિમારીના લક્ષણો જણાઇ આવ્યા નથી.
અમરેલી અને ભાવનગર જીલ્લાના મહેસુલી વિસ્તારમાં તમામ સિંહોનું સઘન નિરિક્ષણ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે અને તેનો દૈનિક અહેવાલ પણ મેળવવામાં આવે છે.
 ઉનાળાની શરૂઆતમાં જોવા મળતી આવી સીઝનલ બિમારી સામે સલામતી ના ભાગ રૂપે  ગીર વિસ્તારના ૩૫૦ થી વધુ સિંહોના ડી ટીકીંગ અને અન્ય આરોગ્યલક્ષી પગલાઓની કામગીરી હાથ ધરવામાં આવી છે તેની વિગતો પણ આ બેઠકમાં મુખ્યમંત્રીને આપવામાં આવેલ હતી.
આ કામગીરીમાં જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાંત તબિબો પણ જોડાયા છે તેમ અગ્ર મુખ્ય વન સંરક્ષક જયપાલ સિંહે જણાવ્યુ હતુ.
મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર,અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે,હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ જયપાલસિંઘ અને મુખ્યમંત્રીના સચિવ ડો.અજયકુમાર આ બેઠકમાં જોડાયા હતા.

(9:04 PM IST)