તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Sunday, 13th September 2026
અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો : અનેક વિસ્તારમાં વરસાદ શરુ
ગાંધીનગરથી લઈ સરખેજ વચ્ચેના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ: એસજી હાઈવે, પકવાન, વૈષ્ણોદેવી, થલતેજ, પ્રહલાદનગર, સરખેજ, સેટેલાઈટ, ઈસ્કોન, સોલા અને સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ

અમદાવાદ : રાજ્યમાં લાંબા વિરામ બાદ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતાં ધરતીપુત્રોમાં ભારે ખુશીની લહેર વ્યાપી ગઈ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ, વલસાડ, તાપી તેમજ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે.
અમદાવાદ શહેરમાં બપોર થતાં જ કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. ગાંધીનગરથી લઈ સરખેજ વચ્ચેના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમદાવાદના એસજી હાઈવે, પકવાન, વૈષ્ણોદેવી, થલતેજ, પ્રહલાદનગર, સરખેજ, સેટેલાઈટ, ઈસ્કોન, સોલા અને સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
