News of Tuesday, 2nd June 2026
દેડિયાપાડા તાલુકાના ખુપર ગામનું બસ સ્ટેન્ડ કે ભૂતિયા મકાન : લોકો છાંયડામાં સ્ટેન્ડ માં ઊભા રહે તે માટે બનાવેલ ખુપર ગામના બસ સ્ટેન્ડની ખંડેર હાલત
દેડિયાપાડા - ચિકદા અને સાગબારા તાલુકામાં વિવિધ રોડ રસ્તાઓ પર ગામડાંઓના બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં .

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લના દેડિયાપાડા થી આઠ કિલોમીટર દૂર ખુપર ગામ આવેલું છે. આ ખુપર ગામ પાસે થઇને અસંખ્ય લોકો અને વાહન ચાલકો જાય છે અને આવે છે. ખુપર ગામનું બસ સ્ટેન્ડ વર્ષો પુરાણું છે. અત્યારે આ બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં જોવા મળે છે અને ધરાશાયી થવાની સંભાવના છે. આ બસ સ્ટેન્ડ નીચે કોઈ દબાઈ જવાની દુર્ઘટના બને તો કોણ જવાબદાર..? માટે આ જગ્યાએ નવું બસ સ્ટેન્ડ બનાવની લોકો માંગ ઉઠવા પામી છે.
હાલ ઉનાળાનો ધકધકતો તાપ પડી રહ્યો છે ત્યારે ખુપર ગામ સહિત અહીંયાં થઈને પસાર થતાં લોકો અને વાહન ચાલકોને માટે આશ્રય સ્થાન સમાન આ બસ સ્ટેન્ડ બિસ્માર હાલતમાં હોવાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ખુપર ગામના લોકોને બસની રાહ જોવા તાપ માં ઊભા રહેવું પડતું હોય લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. વિધાર્થીઓની દયનીય હાલત બની જાય છે. લોકો અને વિધાર્થીઓની આ ઉનાળામાં કફોડી હાલત બની છે ત્યારે આવનારા ચોમાસા વરસાદમાં બસ સ્ટેન્ડ ભંગાર હાલતમાં હોવાથી ક્યાં બેસવું એ એક પ્રશ્ન છે. ખુપર ગામનું બસ સ્ટેન્ડ કયારે બનશે એવો પ્રશ્ન લોકો કરી રહ્યા છે.
દેડિયાપાડા - ચિકદા અને સાગબારા તાલુકામા દરેક ગામના રોડ પાસે બનેલા બસ સ્ટેન્ડ વર્ષો જુના છે અને અત્યારે મોટાભાગના જર્જરિત ખંડેર હાલતમાં છે. ગ્રામજનો અને વિધાર્થીઓને અને રાહદારીઓને બેસવા લાયક નથી માટે આ બસ સ્ટેન્ડ નવા બનાવવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે. ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવા અને સાંસદ મનસુખભાઈ વસાવાએ ખંડેર હાલતમાં બસ સ્ટેન્ડની જગ્યાએ નવા બસ સ્ટેન્ડ બનાવે એવું લોકો ઈચ્છી રહ્યા છે
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
