<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

ભરૂચના આમોદના માંડવા ફળિયા વિસ્તારમાં ગરીબ પરિવારોના મકાનો પર બુલડોઝર ફેરવી દેવાના મામલે મોટી કાર્યવાહી : મુખ્ય આરોપીની ધરપકડ

મકાનો તોડવાના આ સમગ્ર વિવાદના મુખ્ય સૂત્રધાર બશીર પટેલને પોલીસે દબોચી લીધો:મુખ્ય આરોપી ઉપરાંત પોલીસે આ ગેરકાયદેસર ડિમોલિશનની કામગીરીમાં વપરાયેલા જેસીબી મશીનના ડ્રાઈવરને પણ ઝડપી પાડીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી

ભરૂચના આમોદમાં ગરીબોના મકાનો તોડી પાડવાના ચકચારી મામલે પોલીસે કડક કાયદાકીય એક્શન લીધા છે. આમોદના માંડવા ફળિયા વિસ્તારમાં ગરીબ પરિવારોના મકાનો પર બુલડોઝર ફેરવી દેવાની ગંભીર ઘટનામાં આમોદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. મકાનો તોડવાના આ સમગ્ર વિવાદના મુખ્ય સૂત્રધાર એવા બશીર પટેલને પોલીસે દબોચી લીધો છે

 .મુખ્ય આરોપી ઉપરાંત પોલીસે આ ગેરકાયદેસર ડિમોલિશનની કામગીરીમાં વપરાયેલા જેસીબી (JCB) મશીનના ડ્રાઈવરને પણ ઝડપી પાડીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ ગુનાહિત કૃત્ય પાછળ અન્ય કયા-કયા શખ્સો સામેલ હતા અને કોની શું ભૂમિકા હતી, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કાર્યવાહીને પગલે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે.

(11:07 PM IST)