<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

અમદાવાદમાં BRTS બસના ડ્રાઈવરોની હડતાલ :મેમ્કો ડેપો ખાતે ખાનગી માતેશ્વરી કંપનીના 90 જેટલા ડ્રાઇવરોની અચાનક હડતાલ

ડ્રાઇવરોમાં મુખ્યત્વે પગાર વધારો અને હાજરી પૂરવા બાબતે ભારે રોષ: હડતાલને કારણે શહેરની બીઆરટીએસ સેવા ખોરવાવાની અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે તેવી શક્યતા

અમદાવાદમાં બીઆરટીએસ બસના ડ્રાઈવરોની અચાનક હડતાળથી બસ સેવા ખોરવાઈ છે , અમદાવાદના મેમ્કો ડેપો ખાતે ખાનગી માતેશ્વરી કંપનીના અંદાજે 90 જેટલા BRTS બસના ડ્રાઇવરો અચાનક હડતાલ પર ઉતરી ગયા છે. ડ્રાઇવરોમાં મુખ્યત્વે પગાર વધારો અને હાજરી પૂરવા બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હડતાલને કારણે શહેરની બીઆરટીએસ સેવા ખોરવાવાની અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે તેવી શક્યતા સેવાઈ રહી છે.

(11:40 AM IST)